છેલ્લા પાંચ વર્ષમાં સેનાએ સરહદ પાર જઇને ત્રણવાર સ્ટ્રાઇક કરીઃ રાજનાથસિંહ

0
13
New Delhi: Home Minister Rajnath Singh addresses at the inauguration of “Rashtriya Sanskriti Mahotsav-2016” in New Delhi on Saturday. PTI Photo by Manvender Vashist (PTI10_15_2016_000249B)

મેંગ્લુરુ,તા.૯
પુલવામા હુમલા બાદ થયેલી એર સ્ટ્રાઈક પર રમાઈ રહેલું રાજકારણ હજી બંધ નથી થઈ રહ્યું. વિરોધ પક્ષો સેનાની કાર્યવાહી પર જ સવાલ ઉઠાવી રહ્યાં છે અને આ એર સ્ટ્રાઈકના પુરાવાઓ માંગી રહ્યાં છે બરાબર ત્યારે જ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે, છેલ્લા ૫ વર્ષોમાં અમારી સરકારે સરહદ પાર જઈને ત્રણ વાર સ્ટ્રાઈક કરી છે. જેમાંથી તેમણે બે સ્ટ્રાઈક વિષે જાણકારી આપવાની વાત કરી છે.
કર્ણાટકના મેંગલુરૂમાં એક રેલીને સંબોધતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, જ્યારે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં આપણા સુતેલા જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં ૧૭ જવાનો શહીદ થઈ ગયા હતાં. ત્યારે આપણે પહેલીવાર સરહદ લાંઘીને સ્ટ્રાઈક કરી હતી. તો બીજી વાર પુલવામા હુમલા બાદ આમ કરવામાં આવ્યું. જોકે કે ૫ વર્ષના કાર્યકાળમાં અમે ત્રીજી પણ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. પરંતુ અમે તેની જાણકારી આપી નહોતી.
આમ રાજનાથ સિંહના તાજેતરના નિવેદનને ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. રાજનાથ સિંહના આ નિવેદન પરથી ત્રીજી સર્જીકલ સ્ટ્રાઈક કઈ તેની અટકળો લગાવવામાં આવી રહી છે. રાજનાથનું સ્પષ્ટ કહેવું છે કે, તેમની સરકાર પાકિસ્તાનની હરકતો સાંખી નહીં લે. તેમની સરકારે છેલ્લા ૫ વર્ષમાં ૩ વાર પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY