ન્યુ દિલ્હી,તા.૧૨
મહિલાઓ પર યૌન શોષણના વિરોધમાં શરૂ થયેલા ઈંમીટુ અભિયાન હેઠળ સામે આવી રહેલા મામલાઓની સુનાવણી માટે એક કમિટી નક્કી કરવામાં આવશે. આની જાણકારી ખુદ શુકરવારે મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આપી છે.
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, ઈંમીટુ મામલે પીડિત મહિલાને ન્યાય મળે તે માટે સુનાવણી કરવા સેવાનિવૃત ન્યાયાધિશોની ચાર સભ્યોની એક સમિટી બનાવવામા આવશે.
સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષા અનુસાર, વરિષ્ઠ ન્યાયાધિશ, કાયદાના વિશેષજ્ઞોવાળી પ્રસ્તાવિત કરવામાં આવેલી ચાર લોકોની સમિટી ઈંમીટુથી ઉત્પન્ન તમામ મુદ્દાઓને જાશે.
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે, યૌન શોષણની ફરિયાદોને લઈ જે મહિલાઓ સામે આવી છે, મને તેમના પર પૂરો વિશ્વાસ છે. હું દરેક ફરિયાદ અને પીડા તથા આઘાતને સમજી શકુ છું.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર લાગેલા આરોપો પર મેનકા ગાંધીએ મંગળવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, યૌન શોષણના આરોપોને ગંભીરતાથી લેવા જાઈએ, કારણ કે, મહિલાઓ હંમેશા બહાર બોલવામાં ગભરાય છે. તેમણે કહ્યું કે, કેટલાક પુરૂષો જે ઉંચા હોદ્દા પર હોય છે, તે લોકો આવું કરતા હોય છે, રાજનીતિ અને કેટલીએ કંપનીઓમાં પણ આવું થતું હોય છે.
મેનકાએ આગળ કહ્યું કે, મહિલાઓ હંમેશા બહાર બોલવાથી ડરતી હોય છે, કેમ કે તેમને લાગે ચે કે, લોકો તેમની મજાક ઉડાવશે અને તેના ચરિત્ર પર શંકા કરશે. પરંતુ હવે મહિલાઓ આ મુદ્દે ખુલીને બોલી રહી છે, તો તેમના આરોપોને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવી જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





