સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની મુંબઈ બ્રાન્ચમાંથી હેકર્સની ૧૪૩ કરોડ રુપિયાની ચોરી

0
5

મુંબઈ,તા.૧૨
મુંબઇ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની શાખામાં એક મોટા સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. હેકર્સે આ બેંકની નરીમન પોઇન્ટ શાખામાંથી ૧૪૩ કરોડ રૂપિયા ચોરી લીધા છે. શાખાએ આ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાને ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસની આર્થિક અપરાધ નિવારણ શાખામાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે.
૫ ઓક્ટોબરે નોંધાયેલી ફરિયાદમાં, એવું કહેવામાં આવ્યું છે કે હેકરોએ બેંકના સર્વરને હેક કર્યું હતુ. આ પછી તમામ એકાઉન્ટ્‌સ સુધી તેઓ પહોંચ્યા હતા. હેકરોએ ભારતની બહારના ઘણા ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની નરીમન પોઇન્ટ શાખા રહેજા સેન્ટરના ૧૫માં માળ પર સ્થિત છે. ૯ મહિનાની અંદર બેંકોમાં થયેલ સાયબર છેતરપિંડીનો આ ત્રીજા મોટો કેસ છે. અગાઉ ફેબ્રુઆરીમાં ચેન્નાઇ યુનિયન બેન્કની શાખાઓથી બેંક છેતરપિંડી દ્વારા ૩૪ કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં કોસ્મોસ બેન્કના પુણે હેડક્વાર્ટરથી ૯૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે હેકર્સે બેન્કના સર્વરને હેક કરી લીધુ હતુ અને એ પછી એકાઉન્ટમાં ઘૂસણખોરી કરીને ભારત બહારના બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.
ચોંકાવનારી વાત એ છે કે ૩ મહિનામાં બેન્કો સાથે સાઈબર ફ્રોડની આ ત્રીજી ઘટના છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ચેન્નાઈની યુનિયન બેંકની શાખાઓમાં ૩૪ કરોડ અને ઓગસ્ટમાં કોસમોસ બેકના હેડક્વાર્ટરમાંથી ૯૪ કરોડ રુપિયાનુ સાઈબર ફ્રોડ થયુ હતુ.
કોસમોસ બેંક કૌભાંડમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે ચેન્નાઇ બેંક કૌભાંડમાં પણ આ લોકોની સંડોવણી તો હતી નહી ને. સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસના નરીમન પોઈન્ટ શાખાના ઇન્ચાર્જ પ્રકાશ નારાયણે આ બાબત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જાકે, ઇઓડબ્લ્યુના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને સાયબર નિષ્ણાતો તપાસમાં મદદ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY