પત્નીને અપાયેલી ભેટ પર ટેક્સ છૂટ આપો: મેનકા ગાંધીના નાણાંમંત્રીને અપીલ

0
246

ન્યુ દિલ્હી,તા.૧૧
મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ નાણામંત્રી પિયુષ ગોયલને પત્ર લખીને એવો આગ્રહ કર્યો છે જેને જાણીને દરેક પતિ ઈચ્છશે કે મેનકાનો આ આગ્રહ માની લેવામાં આવે ! મેનકા ગાંધીએ આવકવેરા કાયદામાં ફેરફાર કરી પત્ની અને પુત્રવધૂને અપાયેલી ભેટથી થનારી આવકને પતિની નોંધાયેલી આવકમાં નહીં જાડવાનો નિયમ બનાવવાની માગ કરી છે. સાથોસાથ એવી પણ માગ કરી છે કે તેના પર લાગનારા ટેક્સમાંથી પણ છૂટ મળવી જાઈએ.
ભારતીય આવકવેરા અધિનિયમ ૧૯૬૪ની કલમ ૬૪ અનુસાર પત્ની અને પુત્રવધૂને અપાયેલી ભેટથી થનારી આવકને પતિની નોંધાયેલી આવકમાં જાડીને તેના ઉપર કર વસૂલવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સતત એક પછી એક કરેલા ટવીટમાં નાણામંત્રીને આ મામલે યોગ્ય પગલાં ઉઠાવવા કહ્યુ છે.
ગઈકાલે આ મામલે તેમણે ગોયલને એક પત્ર લખ્યો હતો જેમાં કહ્યુ હતું કે આ કાયદો ત્યારે બન્યો હતો જ્યારે મહિલાઓ સક્ષમ નહોતી. આજે મહિલાઓ આર્થિક સ્તરે મજબૂત છે તેથી આર્થિક લેવડ-દેવડમાં મહિલાની સહભાગીતા અને ભૂમિકા બદલાઈ ચૂકી છે એટલા માટે મંત્રાલયે આ દિશામાં યોગ્ય પગલાં ઉઠાવવા જાઈએ જેનાથી મહિલાઓને ટેક્સ આપવામાં છૂટ મળી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY