હળવદમા લોકરક્ષકની પરીક્ષામાં ૧૪ જેટલા કેન્દ્રમાં 4500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી લોક રક્ષક પરીક્ષાના ઉમેદવારોને પરત જવા માટે એસટી-ખાનગી બસોની વ્યવસ્થા,મોરબી જીલ્લામાં બાવન કેન્દ્રો પર ૧૬૯૫૦ ઉમેદવારો લોકરક્ષકની પરીક્ષા આપી,પેપર લીક થયા બાદ ફરીથી પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષા આજે વહેલી સવારથી આપવા વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે હળવદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.સોલંકી.ના માર્ગદર્શન નીચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વહેલી સવારથી ઉમેદવારો કેન્દ્ર પર પહોંચી ગયા હતા તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી ખાનગી સ્કૂલો અને કોલેજમાં સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી તંત્રે ખડે પગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયુ હતુ.
મયુર રાવલ,હળવદ, મો.૯૯૦૯૪૫૮૫૫૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





