મિનિબસ ગિલગિત-બાલ્ટિસ્તાન જિલ્લાના ધીજરથી રાવલપિંડી જઈ રહી હતી પાકિસ્તાનમાં મિનિબસ સિંધુ નદીમાં ખાબકતાં ૧૮ મુસાફરોના મોત

0
7

ઈસ્લામાબાદ,તા.૨૯
પાકિસ્તાનના ઉત્તર ભાગમાં વસેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક મિનિબસ સિંધુ નદીમાં પડવાથી ૧૮ લોકોના મોત થયા હતા. આ ઘટના ત્યારની છે જ્યારે એક મિનિબસ તેના મુસાફરો સાથે પૂર્વ પંજાબના રાવલપિંડી ખાતે જઇ રહી હતી.
પોલીસે આ દુર્ઘટના મામલે માહિતી આપતા જણાવ્યું કે અકસ્માત સમયે મિનિબસમાં ૧૮થી વધારે મુસાફરો સવાર હતા. આ મિનિબસ ગિલગિત-બાલ્ટિસ્તાન જિલ્લાના ધીજર થી રાવલપિંડી જઇ રહી હતી. અકસ્માત પાછળનું કારણ ડ્રાઇવરનો વાહન પરથી નિયંત્રણ ખોઇ બેસવાનું માનવામાં આવી રહ્યું છે. આ બસ સીધી સિંધુ નદીમાં ખાબકી હતી, જેના લીધે તેમાં સવાર બધા જ મુસાફરો પૈકી ૧૮ના મોત થયા હતા. મૃતકોમાં અક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં મૃતકોની ઓળખ તપાસમાં લાગેલી છે.
ઘટના બાદ બચાવ અને રાહત દળની મદદથી લગભગ બધાં જ મૃતદેહોને શોધી લેવાયા હતા અને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસની જાણકારી મુજબ આ અકસ્માતમાં એક મહિલાને બચાવવામાં આવી હતી, પરંતુ તે સમયે તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. હાલમાં મહિલાની કોઇ પણ માહિતી આપવામાં આવી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY