સુનિલ સલમાનની ફિલ્મ ભારતમાં રોલ મળતા ખુશ

0
57

મુંબઇ,
કપિલ શર્મા સાથે અલગ થયા બાદ સુનીલ ગ્રોવર પોતાની મહેનતથી ઈંડસ્ટ્રીમાં કંઈક અલગ કરવાની કોશિશમાં લાગ્યા છે. વેબ શો ‘જિયો ધન ધના ધન’માં શિલ્પા શિંદે સાથે કામ કરી રહ્યા છે. હાલમાં જ વિશાલ ભારદ્વાજે પણ તેને ફિલ્મ ઓફર કરી છે. જેમાં તે લીડ રોલમાં જોવા મળશે.
હવે સુનીલ ગ્રોવરને વધુ એક પ્રોજેક્ટ મળ્યો છે. સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ભારત’માં સુનીલ ગ્રોવરની એંટ્રી થઈ છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં સલમાનના મિત્રના રોલમાં સુનીલ જોવા મળશે. ફિલ્મમાં સલમાનનો રોલ ઘણો રસપ્રદ છે.
આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરે છે. આ પહેલા સલમાન સુનીલ સાથે કામેડી શો સુપર નાઈટ વિથ ટ્યૂબલાઈટમાં જોવા મળ્યા છે. આ પહેલા સુનીલ ‘ગજની’, ‘હીરોપંતી’, ‘બાગી’, ‘ગબ્બર ઈઝ બેક’ અને ‘લીજેંડ ઓફ ભગતસિંહ’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળ્યા છે. ફિલ્મ ભારતમાં સલમાન અને પ્રિયંકા ૮ વર્ષ બાદ સાથે કામ કરશે.આ ફિલ્મમાં સલમાન એક એવા વ્યક્તિનો રોલ કરશે જે ૧૮થી ૭૦ વર્ષ સુધીની સફર કાપશે. ફિલ્મમાં સલમાન ૫ પાત્રમાં જોવા મળશે.
એજ રિડક્શન ટેક્નિકથી સલમાનની ઉંમર ઘટાડવામાં આવશે. આ ફિલ્મમાં સલમાનનો લૂક ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ જેવો યંગ હશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY