અમરેલી,તા.૨
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ થતી રહે છે. જ્યારે અમરેલીના સાવરકુંડલાના વરસડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીના સાવરકુંડલાના વરસડા ગામ નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની સાવરકુંડલા-ઊંઝા રૂટની એસટી બસ પસાર થઇ રહી હતી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા ૪ લોકોના મોત થયા હોવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ૨૮થી પણ વધારે મુસાફરો ઘાયલ છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી સહિત એસટી નિગમના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી ગયા હતા. અકસ્માતમા ઇજાગ્રસ્તોનો ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રક અને એસટી બસની સામ સામેની ટક્કરથી બસમાં સવાર આશરે પાંચથી છ મુસાફરો સીટની વચ્ચે ફસાઇ ગયા હતા. આ તમામની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક અને બસને અલગ કરવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



