મિશન ૨૦૧૯ : મોદી પોતે દેશભરમાં તીવ્ર પ્રચાર કરશે

0
80

નવી દિલ્હી,તા. ૧૦
સામાન્ય ચૂંટણી આડે દસ મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. બીજી બાજુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મિશન-૨૦૧૯ને લઇને પ્રચારની જવાબદારી સંભાળી લેવા તૈયાર થઇ રહ્યા છે. મોદી દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં જઇને સરકારની સિદ્ધીઓને રજ કરશે. સરકાર દ્વારા કરવામાં આવેલા કામો રેલી વેળા લોકોની સમક્ષ રજૂ કરશે. મોદીએ ૨૦૧૯માં પોતાની સરકાર માટે બીજી વખત જનાદેશ મેળવી લેવા માટેની જવાબદારી ઉપાડી લીધી છે. આગામી થોડાક મહિનામાં મોદી ખુબ જ વ્યસ્ત રહેનાર છે. મોદી ઓક્ટોબર સુધી દેશના તમામ રાજ્યોમાં પ્રવાસ કરી લેશે. પોતાના પ્રવાસ દરમિયાન મોદી રાજ્યોમાં કોઇને કોઇ પ્રોજેક્ટની શરૂઆત કરશે અથવા તો કોઇ ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે જશે. મોટી રેલી પણ કરશે. જેમાં સરકારની કામગીરીનો હિસાબ રજ કરશે. મોદી રીતે ૨૦૧૯મા સામાન્ય ચૂંટણી પહેલા સકારાત્મક માહોલ સર્જવાના પ્રયાસ કરશે. આ મહિનામાં મોદી હજુ સુધી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રવાસ કરી ચુક્યા છે. આગામી થોડાક દિવસમાં મોદી પંજાબ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જનાર છે. આ રાજ્યોના પ્રવાસ દરમિયાન મોદી સરકારની યોજનાના લાભાર્થીઓને મળશે. દરેક કાર્યક્રમમાં આવા સંવાદ કાર્યક્રમ રખાશે. ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં મોદી તેમની સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીના આધાર પર ચૂંટણી લડનાર છે. સાથે સાથે લાભાર્થીઓની વાતને દેશના લોકો સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. સાતમી જુલાઇના દિવસે મોદી આવા જ કાર્યક્રમમાં લોકોને મળ્યા હતા. ગુજરાતમાં સરદાર પટેલની બની રહેલી સૌથી ઉંચી મુર્તિના અનાવરણની તારીખ પણ હવે નજીક આવી ગઇ છે. ૩૧મી ઓક્ટોબરના દિવસે આનુ અનાવરણ કરવામાં આવનાર છે. સુત્રોના કહેવા મુજબ રાજ્યોમાં પ્રવાસ દરમિયાન મોદી સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. સાતમી જુલાઈના દિવસે રાજસ્થાનમાં કાર્યક્રમનું આયોજન થયા બાદ આની ચર્ચા જાવા મળી રહી છે. ગુજરાતમાં મોદીની ઓક્ટોબરમાં યાત્રા થનાર છે.
સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે. મોદીએ સરદાર પટેલને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોટો મુદ્દો બનાવ્યો હતો. સાથે સાથે કોંગ્રેસ ઉપર તેમની ઉપેક્ષા કરવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતની સાથે સાથે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પણ મોદીએ જારદારરીતે સરદાર પટેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. મિશન ૨૦૧૯ને લઇને જુદા જુદા રાજકીય પક્ષો પોતાની તૈયારીમાં છે ત્યારે ભાજપ પણ હવે પાછળ રહેવા માટે ઇચ્છુક નથી અને આના માટેની આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવી છે. પ્રચારની મુખ્યરીતે જવાબદારી વડાપ્રધાન મોદી પોતે સંભાળનાર છે. પ્રચારનું રણશિંગુ મોદી ફુંકી ચુક્યા છે. ઉત્તરપ્રદેશ સાથે તેમના કાર્યક્રમોની શરૂઆત થઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY