મુંબઈ-પુનામાં આતંકી હુમલા કરવા માંગતી હતી સનાતન સંસ્થાઃ એટીએસનો ખુલાસો

0
6

નાલાસોપારા હથિયાર કેસમાં એટીએસનો મોટો ખુલાસો
મુંબઈ,તા.૬
નાલાસોપારા હથિયાર કેસમાં એટીએસ તરફથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એટીએસનું કહેવું છે કે હિન્દુ સંગઠન ‘સનાતન સંસ્થા’ મુંબઈ, પુના સહિત અનેક જગ્યાએ આતંકી હુમલાં કરવા માંગતી હતી. એટીએસ તરફથી નાલાસોપારા મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં સનાતન સંસ્થાનું નામ છે. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે એટીએસ તરફથી સનાતન સંસ્થાનું નામ અધિકારિક રીતે લેવામાં આવ્યું છે.
એટીએસએ કહ્યું, “આરોપીઓ સનાતન સંસ્થા (જેનું મુખ્યાલય ગોવામાં છે), તેમજ તેના સહયોગી સંગઠન ‘હિન્દુ જાગૃતિ’ અને આવા જ અન્ય સંગઠનોના સભ્યો હતો. તેઓ કથિત રીતે હિન્દુ રાષ્ટÙની સ્થાપના કરવા માટે એક પુસ્તક પરથી પ્રેરિત હતા. આ અંગેની વ્યાખ્યા મરાઠીના પુસ્તક “ક્ષાત્ર ધર્મ”માં કરવામાં આવી છે. આ પુસ્તક સનાતન સંસ્થાએ પ્રકાસિત કર્યુ છે.
એટીએસે કહ્યું કે, આ લોકોની ટોળકીએ હિન્દુ ધર્મ, તેમની પરંપરા, રીત-રિવાજા વગેરે વિરુદ્ધ બોલનારા, લખનારા કે કોઈ પ્રવૃત્તિ ચલાવતા લોકોને નિશાન બનાવવા માટે પિસ્ટલ, બોમ્બનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. આવું કરીને લોકોને ડરાવવા માંગતા હતા. તપાસમાં માલુમ પડ્યું છે કે ડિસેમ્બર, ૨૦૧૭માં પુનામાં આયોજિત વેસ્ટર્ન મ્યુઝિક કોન્સર્ટ સનબર્મ તેમના નિશાના પર હતી.
આ અંગે સંપર્ક કરવામાં આવતા સનાતન સંસ્થાના પ્રવક્તા ચેતન રાજહંસે આરોપીઓ સાથે તેમનો કોઈ સંબંધ હોવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ લોકો પર UAPA (Unlawful Activities (Prevention) Act) ઉપરાંત એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ, આઈપીસી, આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમો લગાવવામાં આવી છે. એટીએસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં હજી ત્રણથી ચાર લોકો ફરાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY