
મુંબઈ,તા.૩૧
ફિલ્મીસ્તાન જેવી ફિલ્મ બનાવનારા ફિલ્મ સર્જક નીતિન કક્કડે કહ્યું હતું કે અમારી ફિલ્મનું નામ મિત્રોં વડા પ્રધાનના સંબોધન પરથી કે એમની મજાક કરવા રાખ્યું નથી. ‘વાસ્તવમાં અમારી ફિલ્મની કથાનું બેકગ્રાઉન્ડ, એનો પોષાક, એનાં લોકેશનો અને પાત્રો બધુંજ ગુજરાતનું છે અને ગુજરાતી ભાષામાં મિત્રો શબ્દ છે જે અમને ગમ્યો એટલે એનો હિન્દી પર્યાય મિત્રોં ફિલ્મના ટાઇટલ તરીકે નક્કી કર્યો. એને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બોલવાની સ્ટાઇલ કે સંબોધન સાથે કશી લેવાદેવા નથી. આ ગેરસમજ મિડિયા ફેલાવી રહ્યું હોય તો એ
યોગ્ય નથી’ એમ નીતિને કહ્યું હતું. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે અમે મફતની પબ્લિસિટી મેળવવા આવું ટાઇટલ રાખ્યું નથી. આવી ગેરસમજ ન ફેલાવી જોઇએ.નેશનલ એવોર્ડ વિજેતા આ ડાયરેક્ટર નીતિને વધુ માહિતી આપતાં કહ્યું હતું કે હિટ તેલુગુ ફિલ્મ ‘પેલ્લી ચુપુલુ’ પરથી અમે હિન્દીમાં આ રિમેક બનાવી રહ્યા છીએ. અગાઉ હિટ નીવડેલી અન્ય ભાષાની કૃતિ હિન્દીમાં બનાવતી વખતે ખૂબ સજાગ રહેવું પડે નહીંતર તમારો પ્રયાસ મજાકનું નિમિત્ત બની જાય. તેલુગુમાં હિટ નીવડેલી ફિલ્મ હિન્દીમાં પણ હિટ નીવડવી જાઇએ.
(જી.એન.એસ)
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




