
મુંબઈ,તા.૩૧
હોનહાર અભિનેત્રી પરિણિતી ચોપરાએ પોતાના માથાના વાળ લાલ રંગે રંગાવ્યા હોવાનું તાજેતરમાં એ માલદીવ્સથી પાછી ફરી ત્યારે જોવા મળ્યું હતું. અગાઉ ટોચની અભિનેત્રી કેટરિના કૈફે ફિતૂર ફિલ્મ માટે આ રીતે વાળ રંગાવ્યા હતા. હવે પરિણિતીએ વાળ લાલ કરાવ્યા છે. એ વિશે પૂછતાં એણે કહ્યું કે મારી આગામી ફિલ્મ જબરિયા જોડી માટે મારે વાળ આ રીતે રંગવા પડયા છે. ફિલ્મની નિર્માત્રી રુચિકાએ મને વાળ રંગાવવાનું સૂચન કર્યું હતું. અગાઉ મેં આ રીતે કદી કોઇ અખતરો કર્યો નથી એટલે રુચિકા સાથે વાત થતી હતી ત્યારે એણે મને વાળ લાલ રંગે રંગવાનું સૂચન કર્યું. મને એ સૂચન ગમી જતાં મેં વાળ લાલ રંગે રંગાવ્યા હતા.
‘આ અખતરાએ મને એક નવો પાઠ શીખવ્યો કે ધીરજ બહુ મોટી વસ્તુ છે. આ પ્રકારના રંગીન વાળને સંભાળવા બહુ કપરું કામ છે. પરંતુ મને આ અખતરો ગમ્યો ‘ એમ પરિણિતીએ કહ્યું હતું. જબરિયા જોડી ઉપરાંત પરિણિતી અર્જુન કપૂર સાથે વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડ કરી રહી છે.
(જી.એન.એસ)
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



