ન્યુ દિલ્હી,તા.૨૬
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી દરેક જગ્યાએ પાણી ભરાવવાની, બિલ્ડિંગ પડવાની અને રસ્તા ઘસાવવાની સમસ્યાના સમાચાર આવી રહ્યા છે. આ દરમ્યાન ઈન્દિરાપુરમમાં શાસકપક્ષની બેદરકારીથી એક શખ્સને કરંટ લાગ્યો છે અને તેનાથી તેણે જીવ ગુમાવવો પડ્યો છે.
આ ઘટના ઈન્દિરાપુરમના શિપ્રા સનસિટી વિસ્તારની છે. રિપોર્ટ મુજબ, મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને સરોજ કાંડા નામનો આ શખ્સ પોતાની પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યો હતો. આ દરમ્યાન રસ્તામાં પડેલા વિજળીના તાર પર પડવાથી તેને કરંટ લાગ્યો હતો અને તેનાથી આ ૩૪ વર્ષીય યુવકનુ મોત થયુ હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




