ગાંધીનગર,તા.૩૧
સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાના અનાવરણ માટે વડાપ્રધાન મોદી બુધવારે રાત્રે જ ગુજરાત પહોંચી ગયા છે. ગુરુવારે સવારે તેમણે ટ્વિટ કરીને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મતિથિએ તેમજ પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની મૃત્યુતિથિએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુરુવારે સવારે મોદીએ એક પછી એક એમ બે ટ્વિટ કર્યા હતા.
પ્રથમ ટ્વિટમાં મોદીએ લખ્યું કે, “દેશને એકતાના સૂત્રમાં બાંધનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને જન્મ જયંતિ પર કોટી કોટી નમન.” બીજા ટ્વિટમાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંલિ અર્પતા મોદીએ લખ્યું કે, “આપણાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની મૃત્યુતિથીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





