ન્યુ દિલ્હી,તા.૩૧
દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું બુધવારે અનાવરણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમા દેશને અર્પણ કરી છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કોઈ મોટા નેતા જાવા મળ્યા નહી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અવસર નિમિત્તે વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યુ કે, ‘સરદાર પટેલની મૂર્તિનું અનાવરણ થાય એ યોગ્ય છે, પરંતુ એમના દ્વારા બનાવેલી સંસ્થાઓ નષ્ટ કરવામાં આવી રહી છે. દેશની સંસ્થા આ રીતે નષ્ટ કરવી એ કોઈ રાજદ્રોહથી ઓછી બાબત નથી.’ રાહુલ આ ટ્વીટની સાથે ઈંજીંર્ટ્ઠેંંકેંહૈંઅનો ઉપયોગ કર્યો છે.
આજે સરદાર પટેલની જ્યંતિની તો છે, સાથે ઈન્દિરા ગાંધીની પણ પૂણ્યતિથી છે. રાહુલે બુધવારે સવારે જ સરદાર પટેલને યાદ કરીને ટ્વીટ કર્યું અને લખ્યું કે, સરદાર પટેલ એક દેશભક્ત હતા, જેમણે સ્વતંત્રતા, એકતા અને બિનસાંપ્રદાયિક ભારતની કલ્પના કરી હતી. સરદાર પટેલ એક એવા કોંગ્રેસી હતા, જે સાંપ્રદાયિકતા સહન કરી શકતા નહતાં.
અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, કોંગ્રેસ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર કોંગ્રેસના વારસાને ઝૂંટવી લેવાનો આરોપ લગાવતી રહી છે. મંગળવારે આનંદ શર્માએ આરોપ લગાવ્યો હતો કે સરદાર પટેલ કોંગ્રેસના મોટા નેતા હતા, હવે ભાજપ એમને પોતાના બનાવવાની કોશિશ કરી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



