કેવડિયા,તા.૩૧
વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઇ પટેલના પરિવારજનો હાજર રહ્યા છે. આજે સવારે સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્ર ધીરૂભાઇ અને સરદાર પટેલના નાનાભાઇ કાશીભાઇ પૌત્ર ભુપેન્દ્રભાઇ પટેલ, સરદાર પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્રી ઉર્મિલાબેન સહિત ૩૫ જેટલા સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સરદાર પટેલના પરિવારજનોએ એકીસુરે કહ્યું હતું કે, અમને રાજકારણમાં કોઇ રસ નથી પરંતુ સરદાર પટેલને જે સન્માન મળ્યું તેનાથી અમે ખુશ છીએ. સરદાર પટેલનું આવુ સ્ટેચ્યૂ માત્ર મોદી જ બનાવી શકે.
સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્ર ધીરૂભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલને જે સન્માન મળવુ જાઇતુ હતું. તે સમયે સમયે મળતુ રહ્યું છે અને મળતુ રહેશે. જાકે તેઓને ભારત રત્ન સમયસર ન મળ્યો તેનું દુઃખ છે.
સરદાર પટેલના નાનાભાઇ કાશીભાઇ પૌત્ર ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલના આટલા મોટા સન્માનથી અમે ખુશ છીએ. તેમને જે સન્માન મળ્યું તેનાથી ગમ્યુ છે. રાજકારણ વિશે મને કઇ ખબર નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



