પરિવારની બહારના વ્યકિતને કોંગ્રેસ અધ્યક્ષ બનાવી બતાવે : મોદીનો પડકાર

0
6

અંબિકાપુર,તા.૧૬
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શુક્રવારે રેલીઓનો દિવસ છે. બીજેપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ચૂંટણી બિગૂલ ફૂંકવા માટે મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણેય નેતા અલગ અલગ શહેરોમાં રેલીઓ કરશે.
મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં રેલીને સંબોધિત કરી હતી, ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશના ગ્વાલિયર અને શહડોલમાં રેલીઓને સંબોધિત કરશે. અંબિકાપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગયા વખતે જ્યારે હું આવ્યો હતો ત્યારે અહીંના લોકોએ લાલકિલ્લો બનાવ્યો હતો, આ રેલીના કારણે દિલ્હીવાસીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. જેમણે અંબિકાપુરને બદનામ કર્યું છે, તેમણે વીણી-વીણીને આ વખતે જવાબ આપવાનો મોકો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજદરબારીઓને એક જ પરિવારના ગીત ગાવાનો મોકો મળ્યો છે, તેમણે અંબિકાપુરના લોકો જ જવાબ આપી શકે તેમ છે. નક્સલી બોમ્બ-બંદૂકથી લોકોને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં છત્તીસગઢના લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે.
પીએમે કહ્યું કે, હું તો દરરોજ ચાર વર્ષોનો હિસાબ આપું છું. કોંગ્રેસવાળા હાલ પણ આંસુ વહાવે છે કે ચાવાળો દેશનો વડાપ્રધાન કેવી રીતે બની ગયો. જ્યાં સુધી તમે લોકતંત્રને નહીં સમજા ત્યાં સુધી તમે ચાવાળાને ગાળો આપતા રહેશો. તેમણે એવું પણ કહ્યું કે, કોંગ્રેસ કહી રહી છે કે નેહરૂના કારણે ચાવાળો વડાપ્રધાન બન્યો, તો એકવાર ૫ વર્ષ માટે પોતાના પરિવારનું નામ લીધા વગર કોઇ પાર્ટીનો અધ્યક્ષ બનાવીને દેખાડી દો.
વડાપ્રધાને નોટબંધીને લઇને વાત કરી હતી, તેમણે કહ્યું કે, નોટબંધીથી દેશની જનતાને કોઇ મુશ્કેલી પડી નથી, માત્ર એક જ પરિવાર રોઇ રહ્યો છે. અમે લૂંટાઇ ગયા, અમે લૂંટાઇ ગયાપ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મારી લડાઇ આગળ પણ ચાલું રહેશે. જા તમે તમારી ચાર પેઢીમાં કંઇ નથી કર્યું તો અમને કેમ પુછો છો કે તમે ચાર વર્ષમાં શું કર્યું?
અમારી સરકાર હંમેશાં ગરીબો માટે કામ કરે છે, અમારી સરકારે કોઇ જાતનો ભેદભાવ રાખ્યા વગર તમામ રાજ્યોમાં કામ કર્યું છે. જ્યારે અટલ બિહારી બાજપેયીજીએ છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ બનાવ્યું ત્યારે કોઇ પણ પ્રકારનું આંદોલન થયું નહોતું, પરંતુ કોંગ્રેસે માત્રે તેલંગાણા બનાવ્યું તેમાં તો આટલો મોટો હંગામો થઇ ગયો છે. જેનાથી આંધ્રપ્રદેશ-તેલંગાણાને ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસને ભાઇ-ભાઇમાં લડાઇ કરાવ્યા સિવાય ચેન પડતું નથી.
વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ હાલ ટીવી પર આવનાર તે બાબાની જેમ દેખાય છે જે કહે છે કે દૂધ પીવો છો, ન પીતા હોય તો શરૂ કરી દો, કૃપા આવવાનું શરૂ થઇ જશે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પણ આવું જ કરે છે. વોટ દો તો કૃપા આવવાની શરૂઆત થઇ જશે. તેમણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે, અંગ્રેજ તેમના નામ પર હિન્દુસ્તાન કરીને ગયા હોય, તેમના પરિવારની ચાર પેઢીઓએ દેશ પર રાજ કર્યું અને આજે અમારી પાસેથી હિસાબ માંગી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY