એરસેલ મેક્સિસ કેસમાં ચિદમ્બરમ સામે કેસ ચલાવવા સરકારની મંજૂરી

0
10

કુલ ૧૮ આરોપીઓમાંથી ૧૧ આરોપીઓ પર કેસ ચલાવવાની મંજૂરી મળી
ન્યુ દિલ્હી,તા.૨૬
એરસેલ મેક્સિસ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. સોમવારે આ મામલાની સુનાવણી થઇ, જેમાં કેન્દ્ર સરકારે ચિદમ્બરમ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
પટિયાલા હાઉસ કોર્ટમાં આજે થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા તુષાર મહેતાએ કહ્યું કે, કુલ ૧૮ આરોપીઓમાંથી ૧૧ આરોપીઓ પર કેસ ચલાવવાની મંજૂરી મળી ગઇ છે, જેમાં પી. ચિદમ્બરમના નામનો પણ સામેવેશ થાય છે. આ કેસમાં ઈડી તરફથી બાકી બચેલા આરોપીઓ પર મુકદમા ચલાવવાની મંજૂરી મેળવવા માટે કોર્ટ પાસે સમય માંગવામાં આવ્યો છે.
તુષાર મહેતાએ કહ્યું કે, વિદેશોમાંથી પૈસા ટ્રાન્સફરને લઇને ચિદમ્બરમ સહિત અમુક લોકોના કસ્ટોડિયલ ઈંટોરોગેશન જરૂરી છે. પરંતુ પહેલા અમે બાકીના ૭ આરોપીઓ પર ટ્રાયલ શરૂ કરવા માટે અલગ અલગ વિભાગોમાંથી સેંગશન લઇ રહ્યા છીએ. આ કેસની આગામી સુનાવણી હવે ૧૮ ડિસેમ્બરે થશે.
તુષાર મહેતાએ કહ્યું કે, પુછપરછ દરમિયાન આરોપીએ તપાસને મિસ લીડ કરી હતી. તેની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બર અને તેમના પુત્ર કાર્તિ પર લટકાયેલી ધરપકડની તલવાર ૧૮ ડિસેમ્બર સુધી ટળી ગઇ છે.
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ પર આરોપ છે કે તેમણે કથિત રીતે એરસેલ-મેક્સિસને એફડીઆઈના ફાયદો પહોંચાડવા માટે આર્થિક મામલોની કેબિનેટ કમેટીને અનદેખી કરી દીધી હતી. ઈડ્ઢના મતે, એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમે કેબિનેટ કમિટીની અનુમતિ વગર જ મંજૂરી આપી હતી, જ્યારે આ ડિલ ૩૫૦૦ કરોડ રૂપિયાની હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY