૭૦ વર્ષમાં કેમ ના થઇ શકિયો કરતારપુર કોરિડોર, કોંગ્રેસ જવાબ આપે : મોદી

0
8

હનુમાનગઢ,તા.૪
રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે છેલ્લા ૪૮ કલાક બાકી છે.વડાપ્રધાન સૌપ્રથમ રાજસ્થાનના હનુમાનગઢ માં રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં વડાપ્રધાને જણાવ્યું કે આજે નૌસેના દિવસ છે, અમે તેમને અભિનંદન આપીએ છીએ. આ ધરતીના પુત્ર એડમિરલ વિજય સિંહ શેખવત, એડમિરલ માધવેનદ્ર સિંહે દેશની સેવા કરી. નૌસેનાની ૬ દીકરીઓ મેક ઈન્ડિયા બાટમાં સમગ્ર વિશ્વનો ચક્કર લગાવવા નીકળી હતી.
તેમણે જણાવ્યું કે સત્તાની મોહમાં સંતુલન ખોવાઈ જાય છે, રાજગાદી વહેલી તકે મળે તેના માટે અનેક ભૂલો થઇ છે. જ્યારે દેશ સ્વતંત્ર થયો, ત્યારે રાજગાદી પર બેસવા અંગે કોઇ ધ્યાન આપવમાં ન આવ્યું. વર્ષ ૧૯૪૭માં સંપ્રદાયના નામ પર વિભાજન થયું, મુસ્લિમોને ઇસ્લામના નામ પર દેશ જાઇતું હતું. તેમાં પણ સૌથી મોટી ભૂલ કોંગ્રેસીઓએ કરી હતી, એ જ કારણ છે કે ગુરુ નાનક દેવની કર્મભૂમિ કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં ગઇ.
વડાપ્રધાને જણાવ્યું કે તે સમયના નેતાઓમાં થોડી સમજદારી હતી, તો માત્ર ૩ કિ.મી.ના અંતર પર સ્થિત કરતારપુર આપણાથી દૂર ન હોત. કોંગ્રેસની આગેવાનીમાં ઘણા યુદ્ધો થયાં, લાહોર પર ધ્વજ ફેહરાવાની વાત થઈ, પરંતુ કરતારપુર સાહિબમાં માથું ટેકવવાનો પ્રબંધ ન થયો. અમારી સરકારે કરતાપુર કારિડોર બનાવવાનું નક્કી કર્યું. કોંગ્રેસની દરેક ભૂલને ઠીક કરવું મારા નસીબમાં લખાયું છે, મારૂ નસીબ ૧૨૫ કરોડ ભારતીયોએ બનાવ્યુ છે.
પીએમ મોદીએ જણાવ્યું કે પાકિસ્તાનીઓ રોજ તૂ-તું-મેં-મેં કરી રહ્યા છે, ચોરી છૂપી આવીને આપણાં જવાનોની હત્યા કરે છે. પાકિસ્તાનને ૭૦ વર્ષોથી આ આદત હતી, મારો અને ભાગી જાઓ. પરંતુ અમારી સરકાર આવી તો અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી કરારો જવાબ આપ્યો.
વડાપ્રધાનએ જણાવ્યું કે કોંગ્રેસવાળા ખોટુ બોલીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે, જા નામદાર કોઈ કહે કે લીલા મરચા અને લાલ મરચાની ખેતી કરવાની છે તો ખેડૂત લાલ લાલ મરચાંની ખેતી કરવાનું કહેશે. નામદારને લીલા મરચા અને લાલ મરચામાં તફાવત નથી ખબર. જા સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો દેશના ખેડૂતોની આ દશા ન હોત.
વડાપ્રધાને જણાવ્યું કે કોંગ્રેસ ચૂંટણી આવવા પર ખેડૂતોની લોન માફી આપવાની વાત કરે છે, તેમણે ૨૦૦૯માં પણ આવું વચન આપ્યું હતું. ૨૦૦૯માં ખેડૂતોનું ઋણ ૬ લાખ કરોડ હતું, પરંતુ કોંગ્રેસના લોકોએ માત્ર ૫૮,૦૦૦ કરોડ રૂપિયા માફ કર્યા. તેમાંના મોટા ભાગના લોકો એવા છે, જેનો ખેતી સાથે કોઈ લેવા-દેવા નથી. પહેલા કેટલાક લોકો માની રહ્યા હતા કે કોંગ્રેસની જીત નિશ્ચિત છે, પરંતુ ફરી વાર તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ જીતી ગયેલી બાજી હારી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY