સુપ્રીમે આઈટી વિભાગને આપી સોનિયા-રાહુલની તપાસની મંજૂરી

0
7

ન્યુ દિલ્હી,તા.૪
નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંકળાયેલા એક મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી ઝાટકો મળ્યો છે. ૨૦૧૧-૧૨ના ઈન્કમટેક્સ નિર્ધારણના મામલાને ફરીથી ખોલવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. આ પહેલા યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના નેતા ઓસ્કાર ફર્નાન્ડીઝે દિલ્હી હાઈકોર્ટના આના સંદર્ભે આપવામાં આવેલા એક આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત ૨૦૧૧-૧૨ના તેમના ઈન્કમટેક્સના આકલનને ફરીથી ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠ દ્વારા આના સંદર્ભે સુનાવણી થઈ હતી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલામાં હજુ અંતિમ આદેશ નથી આપવામાં આવ્યો અને મામલાની સુનાવણી હવે આવતા વર્ષે ૮ જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવશે.
આ મામલા પર અગાઉ સુનાવણી ૧૩ નવેમ્બરે થઈ હતી, ત્યારે કોર્ટે કોંગ્રેસના બંને નેતાઓને આંચકો આપતા ઇન્કમ ટેક્સ તરફથી તેમને પાઠવેલ નોટિસ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. જાકે, પછી કોર્ટે બંનેની પિટિશનને સુનાવણી માટે સ્વીકાર કરી લીધો હતો.
આ પહેલા ૧૦ સપ્ટેમ્બરે થયેલી સુનાવણી દિલ્હી હાઈકોર્ટે વર્ષ ૨૦૧૧-૧૨ના ટેક્સ આકલનના મામલાને ફરી ખોલવાના મામલામાં રાહુલ અને સોનિયાને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ બંને નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયા સાથે જાડાયેલા ટેક્સ એસેસમેન્ટની ફરી તપાસ ઇન્કમ ટેક્સના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. હાઈકોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ વિભાગ ટેક્સ સંબંધિત જૂના મામલાઓમાં ફરી તપાસ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્કમ ટેક્સ વિભાગે રાહુલ અને સોનિયાને નાણાકિય વર્ષ ૨૦૧૧-૧૨ના ઇન્કમ ટેક્સ સંબંધી વિવરણમાં યંગ ઈન્ડિયાથી થયેલા કથિત આવકનો ઉલ્લેખ ન કરવા પર નોટિસ મોકલી હતી. કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ઇન્કમની તપાસનો મુદ્દો, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા નેશનલ હેરાલ્ડ મામલાના સંબંધમાં નીચલી કોર્ટમાં દાખલ કરવામાં આવી અંગત અપરાધિક ફરિયાદની તપાસ સાથે ઊભો થયો હતો. આ મામલામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે ઓસ્કાર ફર્નાન્ડિસ પણ જામીન પર છે. સોનિયા અને રાહુલને નીચલી કોર્ટે ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ જામીન આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY