જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જરની યાદી તૈયાર કરવા મોદી સરકારનો આદેશ

0
8

ન્યુ દિલ્હી,તા.૩૦
સરકારે બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવવા આરબીઆઈને ૨૧ પીએસયુ બેન્કોના મર્જરની યાદી તૈયાર કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ મહિને નાણામંત્રાલયના અધિકારીઓએ આરબીઆઈને કોન્સોલિડેશન માટેની સમયમર્યાદા સૂચવવા જણાવ્યું હતું. પગલાનો હેતુ પીએસયુ બેન્કોની સંખ્યા ઘટાડી વધુ મજબૂત બેન્કોની રચના કરવાની છે.
સરકાર અને આરબીઆઈ ઘણા સમયથી પીએસયુ બેન્કોની બેલેન્સશીટ સુદ્‌ઢ અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વના ૧૦ મોટા અર્થતંત્રમાં ભારતનો બેડલોન રેશિયો ઈટલી પછી સૌથી વધુ છે. પીએસયુ બેન્કોના લોન પોર્ટફોલિયોમાં એનપીએનો હિસ્સો ૯૦ ટકા છે. બેન્ક ઓફ બરોડાના ચેરમેન રવિ વેંકટેસને ગયા મહિને જણાવ્યું હતું કે, ખાનગી બેન્કોની તુલનામાં પીએસયુ બેન્કોનો બજારહિસ્સો વધુ ન ઘટે એ માટે સરકારી બેન્કોના કોન્સોલિડેશનની જરૂર છે. તાજેતરના નાણાકિય વર્ષમાં નવી થાપણનો લગભગ ૭૦ ટકા હિસ્સો પાસે ગયો છે. ૨૦૨૦ સુધીમાં ખાનગી બેન્કો નવી લોનનો લગભગ ૮૦ ટકા હિસ્સો મેળવશે એવો અંદાજ છે.
સતત વધી રહેલી બેડ લોનના કારણે બેન્કોની મૂડીનું ધોવાણ પર અંકુશ મૂકવાની ફરજ પડી છે. નબળી બેલેન્સશીટ અને કાયદાને પગલે સરકારે પીએસયુ બેન્કોમાં ઓછામાં ઓછો ૫૧ ટકા હિસ્સો જાળવવો જરૂરી છે. એટલે બેન્કોને નવી મૂડી માટે સરકાર પર નિર્ભર રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-જૂન કવાર્ટરમાં પીએસયુ બેન્કોની નાણાકિય કામગીરી પ્રમાણમાં સારી રહી છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY