૨૦૧૯ની ચૂંટણીમાં મોદીની સામે વડાપ્રધાનનો ચહેરો રાહુલ નહિ શરદ પવાર હશે..!!?

0
11

ન્યુ દિલ્હી,તા.૧
કર્ણાટકમાં જ્યારે કોંગ્રેસ અને જનતા દળ (સેક્્યુલર)ના ગઠબંધનથી બનેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી એકતા જાવા મળી હતી. જા રાજનીતિની નજરથી જાવામાં આવે તો આ ઘટનાઓનું પ્રતિકાત્મક મહત્વ છે. વિપક્ષ માટે સૌથી મોટો પડકાર પ્રધાનમંત્રી પદના દાવેદારની જાહેરાત કરવાનું છે કેમકે રાહુલ ગાંધીના નામ પર મમતા બેનર્જી, માયાવતી, અખિલેશ અને ચંદ્રબાબૂ સહેમત નથી.
આવનારા કેટલાક દિવસોમાં ચૂંટણીનું સ્પષ્ટ ચીત્ર આવી જશે. એવામાં ક્ષેત્રીય દળોએ ખુલીને મોદી સરકાર વિરુદ્ધ જવાથી થનારા નફા-નુક્શાનની સમીક્ષા લેવાની છે. આ વચ્ચે મહાગઠબંધનમાં પ્રધાનમંત્રી પદના સ્વઘોષિત દાવેદારોમાં મમતા બેનર્જી અને માયાવતીનું નામ છે. તેમને જવાબ આપવા માટે કોંગ્રેસે શરદ પવારનું નામ આગળ કરી દીધું છે. કોંગ્રેસનો સાથ મળવાથી પવાર પોતાને ફ્રન્ટ લાઈનમાં બનાવી રાખવાના પ્રયત્નોમાં છે.
છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં થયેલી પોતાની પાર્ટીની બેઠક બાદ પવારે વિપક્ષની રાજનીતિને લઈ બે મહત્વની વાતો કહી હતી. તેઓએ કહ્યું હતુ કે ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી પદના દાવેદારને લઈ કોઈ ચર્ચા નહીં થાય. જેનો સ્પષ્ટ મતલબ છે કે દાવેદાર ઘોષિત કરવાની જરૂરિયાત નથી. બીજી વાત તેઓએ કહી કે પ્રધાનમંત્રી પદને લઈ સૌથી મોટી પાર્ટી નિર્ણય કરશે. સૌથી મોટી વિપક્ષી પાર્ટીનો મતલબ કોંગ્રેસ માનવામા આવી રહ્યો છે.
સૌથી મોટી પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી પદનો નિર્ણય કરનારુ નિવેદન આપવાનો મતલબ મમતા અને માયાવતીને આ સંદેશ આપવાનો હતો કે તે પોતાને હમણા દાવેદાર ન સમજે. તેનાથી કોંગ્રેસને એ ફાયદો થશે કે બંન્ને લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની વાત સાંભળશે અને સીટોને લઈ સોદો નહીં કરે. જ્યારે પવારને એ ફાયદો થશે કે આ પદ માટે તેમની દાવેદારી કાયમ રહેશે.
શરદ પવારને એ વાત સારી રીતે ખબર છે કે કોંગ્રેસના સદ્ભાવ પર જ તે પોતાની દાયકાઓ જૂની પ્રધાનમંત્રી બનવાની ઈચ્છાને પૂરી કરી શકે છે. મહારાષ્ટ્રમાં આપસી સમજૂતીને લઈ તેમની કોંગ્રેસ અદ્યક્ષ રાહુલ ગાંધી સાથે ત્રણ વાર વાતચીત થઈ ચુકી છે. તેઓએ રાહુલ સાથે વાત ન કરવાની પોતાની જૂની નીતિને છોડીને તેમની સાથે સદ્ભાવે વાત કરી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY