ન્યુ દિલ્હી,તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે લોકસભાની ચૂંટણી માટે કમર કસવા માંડી છે. આ માટે તેમણે ગુરુવારે પાંચ લોકસભા બેઠકો અરુણાચલ, ગાઝીયાબાદ, હઝારીબાગ, જયપુર અને નવાદાના ભાજપ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગથી કાર્યકરોને સંબોધન કરતા તેમણે કહ્યું હતુ કે કે વિપક્ષો મારા પર દરેક પ્રકારનો આરોપ લગાવે છે પણ જનતા જાગી ગઈ છે અને સત્ય શું છે તે સારી રીતે જાણે છે.
આપણા કેટલાય કાર્યકરોની હત્યા એટલા માટે કરવામાં આવી કે તેમણે સમાજના તમામ લોકો માટે અવાજ ઉઠાવ્યો હતો. વિપક્ષ માત્ર જુઠ્ઠાણા ફેલાવી શકે છે. આજે લોકોમાં સરકાર માટે ભરોસો છે. આ પહેલાની કોઈ સરકારે ગરીબો માટે કશું કર્યુ નથી.ભાજપ સરકારે ગરીબોને ગેસ કનેક્શન અને્ ઘર આપ્યા.તેમના માટે સ્વાસ્થ્ય યોજનાઓ લાગુ કરી.
તેમણે કહ્યું હતુ કે કોઈ આપણાથી ડરતુ હોય તો તેની પાછળનુ કારણ સાફ છે.સબકા સાથ સબ કા વિકાસ …આ માત્ર મંત્ર નથી પણ તેને અમલમાં મુકવામાં આવ્યો છે. આપણે વોટ બેંકની રાજનીતિ નથી કરતા, આપણે તમામ ધર્મ, જાતિના લોકો માટે યોજનાઓ લાગુ કરી રહ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રિય કાર્યકારણિની બેઠકમાં કાર્યકરોનો ઉત્સાહ જાવા લાયક હતો.
ભાજપની પાર્ટી તરીકેની ઉંમર નાની છે પણ આજે તે દેશની સેવા કરી રહી છે. ભાજપની જીતે દુનિયાભરના રાજકીય પંડિતોના ગણીત ઉંધા પાડ્યા છે. ભાજપની સફળતાનુ કારણ કાર્યકરોની …મેરા બૂથ, સબ સે મજબૂત…ની ભાવના છે.
મોદીએ કહ્યું હતુ કે કોંગ્રેસના કાર્યકરો પર હવે મને દયા આવે છે. જેમણે વર્ષોથી પાર્ટી માટે સંઘર્ષ કર્યો છે અને જમીન પર કામ કર્યુ છે. તેમની શક્તિ માત્ર એક જ પરિવાર માટે કામ આવી રહી છે.
એક એકથી ચઢિયાતા કોંગ્રેસના નેતાઓ એક જ પરિવારના વિકાસ માટે ખપી ગયા છે. માત્ર ભાજપમાં જ શક્્ય છે કે એક કાર્યકરને વડાપ્રધાન બનવાનો મોકો મળે છે. આજે હું જે જગ્યાએ છું ત્યાં કાલે બીજુ કોઈ હશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



