ન્યુ દિલ્હી,તા.૧૩
રુપિયાના મુલ્યમાં સતત ઘટાડો ચિંતાનું કારણ બની ગયું છે. આ સપ્તાહના અંત સુધીમાં વડાપ્રધાન ઈકોનોમિક રિવ્યૂ મીટિંગ બોલાવી શકે છે જેનાથી રુપિયાને સંભાળવા માટેના પગલા ભરી શકાય. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ઓઈલની કીંમતોમાં વૃદ્ધિને લઈને પણ જાહેરાત કરી શકે છે.
વર્તમાન સમયમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લઈને રુપિયો સતત નબળો પડી રહ્યો છે. નાણાકિય વર્ષના આ ત્રિમાસીક ગાળામાં જીડીપીના ૨.૪ ટકા જેટલી ખોટ થઈ છે. મૂડીઝના રિપોર્ટમાં કહેવાયું છે કે નાણાકિય વર્ષ ૧૯માં ભારતનો સીએડી જીડીપીના મુકાબલે ૨.૫ બની જશે.
આ વર્ષે રુપિયો ૧૨ ટકા જેટલો ગગડી ગયો છે અને આ એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી છે. આ પહેલા કેટલાક રિપોટ્ર્સમાં કહેવાયું હતું કે સરકાર આરબીઆઈ સાથે મળીને એનઆરઆઈ માટે ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી શકે છે જેનાથી મુદ્રાનો વિદેશી પ્રવાહ તેજ થાય અને રુપિયાને સંભાળી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




