શક્તિસિંહે સીએમ રૂપાણીને ફટકારી નોટીસ આધાર વગરના નિવેદનથી મારી પ્રતિષ્ઠાનું ખંડન થયું : શક્તિસિંહ ગોહિલ

0
18

અમદાવાદ,તા.૨૦
મુખ્યમંત્રી રૂપાણીને માનહાનિનો દાવો કરવા માટેની લીગલ નોટીસ ફટકારી છે. શક્તિસિંહે મુખ્યમંત્રીને ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા સંદર્ભે આપેલા નિવેદનને લઈ નોટીસ મોકલી છે. આ નોટીસમાં રૂપાણીને ૨ અઠવાડીયામાં ખુલાસો કરવા માટે તાકીદ કરી છે. આ નોટીસમાં તેમણે લખ્યું છે કે,આપના બેજવાબદાર અને કોઈપણ જાતના આધાર વગરના નિવેદનથી ન પૂરી શકાય એવું નુકસાન થયેલું છે.
આ નોટીસમાં શક્તિસિંહે લખ્યું છે કે, કોઈપણ જાતના પુરાવાઓ ન હોવા છતાં આક્ષેપ કરવા તે મારી પ્રતિષ્ઠાનું ખંડન છે. મારું જીવન હંમેશા સિદ્ધાંતપૂર્વક અને કાયદાથી બંધારણના સંપૂર્ણ પાલન સાથે જાડાયેલું છે. ગુજરાતમાં રાજ્યમાં લાંબા સમય સુધી એક ધારાસભ્ય તરીકે તથા બે મુખ્યમંત્રીના વડપણ હેઠળ એક મંત્રી તરીકે, વિરોધપક્ષના નેતા તરી અને વિરોધપક્ષના મુખ્ય દંડક તરીકે તથા જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે ફરજા બજાવી છે. હાલ હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા, બિહારના પ્રભારી અને વર્કીંગ કમિટીના મેમ્બર તરીકેની રાષ્ટ્રીય કક્ષાએ મારા પક્ષમાં જવાબદારીઓ ઉઠાવી રહ્યો છું, ત્યારે મારી આ પ્રતિષ્ઠાને અને મારી રાજકીય કારકિર્દીને આપના બેજવાબદાર અને કોઈપણ જાતના આધાર વગરના નિવેદનથી ન પૂરી શકાય એવું નુકસાન થયેલું છે.
થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અલ્પેશ ઠાકોર અને શÂક્તસિંહ ગોહિલનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ પરપ્રાંતિયો પર હુમલા પાછળ આ બંને નેતાઓનો હાથ હોવાનો પણ આરોપ મુક્્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે, “કોંગ્રેસના એક ધારાસભ્યએ હુમલાઓનું કાવતરું રહ્યું હતું. ચાર રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું અનાવરણ થવાનું છે ત્યારે કોંગ્રેસ વિધ્નો ઉભા કરી રહી છે. પરંતુ ગુજરાત સરકારે કોંગ્રેસના ષડયંત્રને તોડી પાડ્યું હતું. હાલ ગુજરાતમાં એકદમ શાંતિ છે.”
રૂપાણીએ કોંગ્રેસના નેતા શક્તિસિંહનું નામ લીધા વગર તેમના નામનો આડકતરો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ” કોંગ્રેસના એક નેતા, કે જેઓ બિહાર કોંગ્રેસના પ્રભારી છે, તેઓ બિહારીઓને રાજ્યમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યા છે.”

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY