નવી દિલ્હી, તા.૧૩
ભારતીય જનતા પાર્ટીમાં એક એવો નેતા છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ભગવાન વિષ્ણુનો ૧૧મો અવતાર નજરે પડે છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અવધૂત વાઘે વડાપ્રધાન મોદીને ભગવાન વિષ્ણુનો ૧૧મો અવતાર ગણાવ્યા. વિપક્ષે ભાજપ પ્રવક્તા અવધૂત વાઘેના આ નિવેદનની ટીકા કરી છે તેમજ કોંગ્રેસે આ સરખામણીને ભગવાન વિષ્ણુનુ અપમાન ગણાવ્યુ છે. પ્રદેશ ભાજપ પ્રવક્તા અવધૂત વાઘે કહ્યુ હતું કે, સમ્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન વિષ્ણુનો અગીયારમો અવતાર છે. એક મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતું કે, દેશનુ સૌભાગ્ય છે કે આપણને મોદીમાં ભગવાન જેવા નેતા મળ્યા છે. અવધૂત વાઘનુ આ નિવેદન સામે આવ્યા બાદ વિપક્ષ કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અતુલ લોંઘેએ જણાવ્યુ હતું કે આ દેવતાઓનુ અપમાન છે. તેમણે જણાવ્યુ કે, આ જે અવધૂત વાઘે કહ્યુ કે તેમને રાજનીતિમાં પહેલા જેવો રુવાબ જાઈએ છે તે માટેનો આ પ્રયાસ છે. મને નથી લાગતુ કે તેમના આ નિવેદનને વધારે મહત્વ આપવાની જરુર છે. આ નિવેદન માત્ર ભાજપની સત્તાની લાલસા અને સંસ્કૃતિનુ નીચુ સ્તર દર્શાવે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ જીતેન્દ્ર આહ્વાડે જણાવ્યુ કે, વાઘ સ્નાતક છે પરંતુ હવે તેમનુ સર્ટીફિકેટ અસલી છે કે નકલી તે તપાસનો વિષય છે. તેમની પાસેથી આવી આશા નહતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



