પૂણે, તા.૧૩
બીડ સ્થિત શેતકારી સંઘર્ષ સમિતિએ ચાલુ વર્ષે હવામાનની ભવિષ્યવાણી ખોટી જાહેર થતા અહીં હવામાન વિભાગની ઓફિસને બંધ કરવાની ધમકી આપવામાં આવી છે. આઈએમડીને લખવામાં આવેલ એક પત્રમાં શેતકારી સંઘર્ષ સમિતિએ આરોપ લગાવ્યો કે બીજ અને કીટનાશક દવા બનાવતી કંપનીઓ સાથે હવામાન વિભાગની મિલીભગતના કારણે હવામાનના પૂર્વાનુમાનની જાણકારી આપવામાં આવી. સમૂહે પોતાના પત્રમાં લખ્યુ કે મોનસુનના ખોટા આંકલનના કારણે ખેડૂતોને લાખો રુપિયાનુ નુકશાન થયુ છે અને આઈએમડીએ હવે આની ચુકવણી કરવી પડશે. આઈએમડીના અધિકારીઓએ પૂણે પોલીસ કમિશનર કાર્યાલય અને શિવાજીનગર પોલીસ સ્ટેશનને પત્ર અને મળેલ ધમકી અંગે જાણ કરી. સાથે જ આની એક કોપી પૂણે અને બીડના જિલ્લા અધિકારીઓને પણ મોકલવામાં આવી છે. પૂણે પોલીસનું કહેવુ છે કે ધમકીને જાતા આઈએમડી કાર્યાલય પર નજર રાખવામાં આવીરહી છે અને તેને સુરક્ષા આપવામાં આવશે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, ગત વર્ષે ૧૪ જુલાઈએ હવામાન વિભાગ સામે એક પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, કારણકે ખોટી હવામાનની આગાહીના કારણે ખેડૂતોને ૨.૫ લાખ કરોડ રુપિયાની નાણાંકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ચાલુ વર્ષે હવામાનનુ પુર્વાનુમાન ફરી ખોટુ સાબિત થયુ છે. જેથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી જાવા મળી રહી છે. ત્યારે ખેડૂતો ૧૫ ઓક્ટોબરે હવામાન વિભાગની ઓફિસ બંધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



