જા બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. ક્રિકેટના મેદાન પરથી રાજકીય સમરાંગણમાં ઉતરેલા નવજાતસિંહ સિદ્ધુને પ્રતાપે છેલ્લા થોડા દિવસથી મીડિયામાં સતત ઝળકેલા કરતારપુર ખાતેનો શિલાન્યાસવિધિ પાર પડ્યો. નવજાતસિંહ સિદ્ધુ આ સમારંભમાં હાજર રહેવા થનગનભૂષણ હતા. ભારત અને પાકિસ્તાનમાં આવેલા બે પ્રસિદ્ધ ગુરુદ્વારાને જાડતી ઐતિહાસિક કોરીડોરના શિલાન્યાસની રાહ ઘણા વર્ષોથી જાવાતી હતી. આમાંનું એક ગુરુદ્વારા પાકિસ્તાનના કરતારપુરમાં આવેલું છે જે દરબાર સાહિબના નામે સુવિખ્યાત છે. શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવનું આ આખરી સ્થાનક હતું. એટલે શીખોમાં એનું વિશેષ મહત્વ છે. આ બાજુ ભારતમાં ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ગુરુદ્વાર છે – આ બંનેને જાડતી કોરીડોરનું ઐતિહાસિક મહત્વ પણ વિશેષ છે એમાં કોઈ શંકા નથી.
આ સમારંભમાં ભારત-પાકિસ્તાનના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને શિલાન્યાસવિધિ કરતી વખતે પાકિસ્તાન ભારત સાથે ‘મજબૂત’ અને ‘સંસ્કારી’ સંબંધો ઈચ્છે એવી ડાહી ડાહી વાતો કરી. કાશ્મીર જેવી જટિલ સમસ્યાઓને સુલઝાવવાની પણ તૈયારી દર્શાવી. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના આમંત્રણને સ્વીકારીને ભારતના બે પ્રધાનો હરસિમરન કૌર અને હરદીપસિંહ પુરી તેમ જ પંજાબના પ્રધાન નવજાતસિંહ સિદ્ધુ પહોંચી ગયા હતા.
પાકિસ્તાન આતંકવાદની સામે લડવાની અને ભારત સાથેના મતભેદો મિટાવવાની વાતો કરે છે, પરંતુ બીજી બાજુ પાક આર્મી ત્રાસવાદને ઉત્તેજન આપે છે અને ભારતને ટાર્ગેટ બનાવે છે. પાક વડા પ્રધાનો પાક આર્મીની કઠપૂતળી બનીને નાચ્યા કરે છે, એનું શું. પાકિસ્તાનના ચાવવાના અને બતાવવાના દાંત અલગ અલગ છે.
પાકિસ્તાનના કરતારપુરમાં યોજાયેલા આ મહાતાયફામાં હાજર રહેલા કેટલાક ત¥વો એ વાતનો પુરાવો છે કે પાકના ઈરાદા કેટલા પાક છે. આ સમારંભમાં ત્રાસવાદી જૂથના ‘ચીફ’ હાફીઝ સઈદની નિકટનો સાથી અને ખાલિસ્તાની મૂવમેન્ટનો મહા સમર્થક ગોપાલ ચાવલા મોજૂદ હતો. પાકિસ્તાન આર્મીના વડા બાજવાની સાથે ચાવલા હાથ મિલાવે છે એવી તસવીરો બોલે છે. ગોપાલ ચાવલા ભારત વિરોધી સુરો માટે જાણીતો છે.
લશ્કર અને જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓ સાથે તેનો ઘરોબો પણ છે. બીજી મહત્વની વાત. પાકિસ્તાનમાં ખાલિસ્તાની મૂવમેન્ટ ઘણા વખતથી ચાલે છે. હવે આ કોરીડોર શરૂ થયા પછીનો સિનારિયો શું હોઈ શકે છે એની કલ્પના કરવી અઘરી નથી.
પાકિસ્તાન બહુ જ સહેલાઈથી પાકિસ્તાનથી આ કોરીડોરનો ઉપયોગ કરીને ત્રાસવાદીઓને ભારતમાં બેરોકટોક મોકલી શકશે, વાહે ગુરુજીને નામે. શક્્ય છે ભારત પર ત્રાસવાદીઓનું જાખમ આમેય ઓછું નથી, એમાં આ કોરીડોર ‘મુક્ત મુસાફરી’નો મોકળો માર્ગ બની રહેશે. ભારત ઘણા વર્ષોથી ભારતીય શીખ શ્રદ્ધાળુઓ કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબમાં માથું ટેકવી શકે એ માટે કોરીડોરની માગણી કરતું હતું. આ પહેલીવાર પાકિસ્તાને તેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ કોરીડોર બન્ને પાડોશી દેશોના લોકોના દિલના દ્વાર ખોલવા માટે નિમિત્ત બનશે એવી સુફિયાણી વાત નવજાતસિંહ સિદ્ધુએ આ પ્રસંગે કરી, પરંતુ આ કોરીડોર ત્રાસવાદીઓને હેરફેર માટેની કોરીડોર બની ન જાય એ કોણ જાશે? બાજવા અને ચાવલાઓના ઈરાદાઓની જાણ છે જ. હવે એમને કોરીડોર જેવો મોકળો રસ્તો મળી જશે તો તેઓ ભારતમાં કેવો આતંક ફેલાવી શકશે એની કલ્પના કરવા જેવી જરૂરી નથી લાગતી?
ધર્મ કરવા જતા અધર્મ ન થઈ જાય એનું ધ્યાન મોદી સરકારે રાખવું પડશે. સત શ્રી અકાલ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





