તેલંગાણાના ભાજપ નેતા કૃષ્ણસાગર રાવે કર્યો દાવો
હૈદરાબાદ,તા.૨૯
ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની સતા પર કાબેલ એનડીએ સરકાર લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવા માટે એક સંવિધાન સંશોધન વિધેયક લાવશે. તેલંગાણા ભાજપના એક નેતાએ એ દાવો કર્યો છે. તેઓએ કહ્યુ કે સંવિધાન સંશોધન વિધેયક લાવવા માટે કેન્દ્ર સરકાર સંસદનું એક વિશેષ સત્ર બોલાવશે.અથવા આગામી શીતકાલીન સત્રમાં જ સરકાર આ વિધેયક લાવવાની તૈયારીમાં છે.
તેલંગાણા બીજેપી પ્રવકતા કૃષ્ણ સાગર રાવે કહ્યુ કે આ વિશે એ શકયતા છે કે સરકાર સંસદના શીતકાલીન સત્રમાં જનપ્રતિનિધત્વ અધિનિયમ માટે એક સંવિધાન સંશોધન વિધેયક લાવશે.અથવા તે ઉદ્દેશ માટે એક વિશેષ સત્ર બોલાવી શકે છે.
રાવે કહ્યુ કે, ‘બીજેપી એક સાથે ચૂંટણી કરવાના પક્ષમાં છે,અમે હજુ પણ આ વિષયને આગળ વધાવી રહ્યા છે અને તેને છોડ્યા નથી.તેઓએ વધુમાં ઉમેર્યું કે આ વિશે સ્પષ્ટ સંકેત દેખાય છે કે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ તેમનો એ ઈરાદો બનાવી રહયા છે કે વિધાનસભા ચૂંટણી સમય પહેલા કરવામાં આવે.જોકે બીજેપી તેને શકયતા રૂપે જોઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



