કાર્યકર્તા ૨૦ ઘરમાં જઈને ચાપી અને કામગીરી અંગે જાણકારી મેળવશે લોકસભા ચૂંટણી  : મોદી-શાહ ક્રિકેટવાળી ટી-૨૦ ફોર્મ્યુલા અપનાવશે..!!?

0
12

ન્યુ દિલ્હી,તા.૧૬
આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ૨૦૧૪ જેવી જીત રિપીટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ વાળી T-૨૦ ફોર્મ્યુલા અપનાવશે.
આ T-૨૦ ફોર્મ્યુલા ક્રિકેટ વાળી ફોર્મ્યુલા નથી આ યોજનાનો અર્થ કાર્યકર્તા ૨૦ ઘરમાં જઇને ચા પીશે અને મોદી સરકારના કામગીરી અંગેની જાણકારી તે પરિવારને આપશે.
T-૨૦ ફોર્મ્યુલા સિવાય ભાજપ દ્વારા ‘હર બૂથ દશ બૂથ’ નમો એપ સંપર્ક પહેલ તથા બૂથ ટોળીના માધ્યમથી મોદી સરકારના કામગીરીની જાણકારી ઘરે-ઘરે પહોંચાડશે. આ અંગે પહેલાથી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. ભાજપે પોતાના સાંસદો,ધારાસભ્ય,સ્થાનિક તથા બૂથ સ્તરના કાર્યકર્તા સાથે પોતાના ક્ષેત્રોમાં જઇને જનતાને સરકારી યોજનાઓની માહિતી આપવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે, પાર્ટી કાર્યકર્તાને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના કાર્યક્ષેત્રના તમામ ગામમાં જાય અને ઓછામાં ઓછા ૨૦ ઘરમાં જઇને ચા પીવે. T-૨૦ ફોર્મ્યુલાનો અર્થ થાય છે કે, પ્રજા સાથે સીધો જ સંવાદ કરવો.
આપને જણાવી દઇએ કે,૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ આક્રમક પ્રચારની રીત અપનાવી હતી.. આ તમામ બાબતો વચ્ચનું ખાસ આકર્ષણ હતું ૩-D રેલીનું આયોજન કરી પ્રજાને સંબોધન કરવું.
આ કારણોસર ૨૦૧૪ની ચૂંટણીના ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જીત મેળવી હતી. ત્યારે આગામી સમયમાં જાવું જ રહ્યુ કે, ૨૦૧૯માં મોદી સરકાર કેટલા અંશે સફળ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY