મુંબઈ,તા.૧૬
ભારતીય ક્રિકેટ ટીમ દુનિયાના કોઇપણ ખૂણામાં રમે, સચિનનો આ ફૈન તો પહોંચી જ ગયો હોય. સચિન તેંડલુકરના ફેન સુધીર કુમારને દુનિયા આખી ઓળખે છે. સુધીરના દરેક વિદેશ પ્રવાસ માટે સચિન સહયોગ કરતો રહ્યો છે પરંતુ ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપમાં ૧૯ તારીખના રોજ રમાનારી મેચ માટે ટીમ ઇન્ડીયાને ચિયર કરવા માટે તે પોતાનું બાઇક વેચી દુબઇ જઇ રહ્યો છે.
એવું નથી કે સચિને હવે સુધીરનો ક્રિકેટ પ્રવાસ માટે ખર્ચ ઉઠાવાની ના પાડી દીધી છે, પરંતુ તે પોતે આત્મનિર્ભર બનવા માંગે છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું જ્યારે પણ સચિન સર પાસે મદદ માંગું છું તે મારા માટે તૈયાર જ હોય છે પરંતુ હવે મને વારંવાર ફોન કરવાનું સારું લાગતું નથી. તેઓ મોટાભાગે લંડનમાં રહે છે. પરિવાર સાથે રજા પર હોય છે. એવામાં હું તેમને ડિસ્ટર્બ કરું તે સારું લાગતું નથી. એશિયા કપ માટે ફ્લાઇટ ટિકિટ અને વીઝાનો ખર્ચ ૨૯૪૦૦ રૂપિયા થઇ રહ્યો હતો. જ્યારે કયાંયથી કોઇ જુગાડ દેખાયો નહીં તો મેં ૩૫૦૦૦ રૂપિયામાં મારું બાઇક વેચી દીધું.
સુધીર ટીમ ઇન્ડીયાને ચીયર કરવા ઇંગ્લેન્ડના પ્રવાસે પણ ગયો હતો પરંતુ ટી૨૦ અને વન ડે સીરીઝ બાદ મારે પાછું આવવું પડ્યું. સુધીરે કહ્યું ઇંગ્લેન્ડ પ્રવાસ માટે એક વિદેશી મિત્રે ટિકિટ અને વિઝા કરાવી આપ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





