બે વર્ષ બાદ પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારે ખુલાસો કર્યો
ન્યુ દિલ્હી,તા.૨૯
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને બે વર્ષ પહેલાં થયેલી નોટબંધીને મોદી સરકારના ઘણાં કડક અને અર્થવ્યવસ્થાને ઝટકો આપનારો નિર્ણય ગણાવ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે GDP ગ્રોથ રેટ સાત મહિનાના સૌથી નીચા સ્તર ૬.૮%એ પહોંચી ગયો હતો, જ્યારે કે નોટબંધી પહેલાં આ ૮% હતો.
સુબ્રમણ્યને પહેલી વખત નોટબંધી પર નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું કે વિકાસ દરની ઝડપ નોટબંધીથી પહેલાં પણ ધીમી પડ હતી, પરંતુ બાદમાં તેમાં ઝડપથી ઘટાડો આવ્યો હતો. સુબ્રમણ્યને કહ્યું કે તેમની પાસે આ તથ્ય ઉપરાંત કોઈ ઠોસ નજર નથી કે ઔપચારિક સેક્ટરમાં વેલફેર કોસ્ટ તે સમયે પર્યાપ્ત હતી.
સુબ્રમણ્યને પોતાના આવનારા પુસ્તક ‘ઓફ કાઉન્સિલ : ધ ચેલેન્જ ઓફ ધ મોદી-જેટલી ઈકોનોમી’માં નોટબંધી પર આખું ચેપ્ટર લખ્યું છે. જા કે તેઓએ તે વાતનો ખુલાસો નથી કર્યો કે નોટબંધીના નિર્ણયમાં તેમની સલાહ લેવામાં આવી હતી કે નહીં. સરકારની નિંદા કરનારાઓએ કહ્યું હતું કે મુખ્ય આર્થિક સલાહકારના સલાહ સુચન લેવામાં આવ્યા ન હતા. નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી દરમિયાન સુબ્રમણ્યન મુખ્ય આર્થિક સલાહકાર હતા. તેઓએ આ વર્ષે જ પદ છોડ્યું છે.
સુબ્રમણ્યને ‘ટૂ પઝલ ઓફ ડિમોનેટાઈઝેશન’ ચેપ્ટરમાં લખ્યું છે કે નોટબંધી પહેલાં ૬ સપ્તાહમાં વિકાસ દર સરેરાશ ૮% હતો, પરંતુ બાદના ૭ સપ્તાહોમાં એવરેજ ૬.૮% રહી ગયો. સુબ્રમણ્યનનું કહેવું છે કે તેઓને નથી લાગતું કે આ વાત પર કોઈને આપત્તિ છે કે નોટબંધી પછી ગ્રોથ ધીમો થયો, પરંતુ ચર્ચા તે વાત પર છે કે અસર કેટલી પડી. શું આ ૨% ઘટી કે પછી તેનાથી પણ વધુ? તે સમયે ઊંચા વ્યાજ દર, GST અને ઓઈલના ભાવના કારણે પણ ગ્રોથ પર અસર જાવા મળી હતી.
સુબ્રમણ્યનના મત મુજબ નોટબંધીનો એક અનોખો નિર્ણય હતો. આધુનિક ઈતિહાસમાં એવું કોઈ ઉદાહરણ નથી, જ્યારે સામાન્ય પરિસ્થિતિઓમાં કોઈ દેશે નોટબંધી જેવો નિર્ણય લીધો હોય.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






