શેરબજારમાં ધડામ : સેન્સેક્સમાં ૩૮૩ અંકનો કડાકો

0
198

મુંબઈ,તા.૧૭
બુધવારે સવારથી જ ભારતીય ઈકિવટી માર્કેટમાં ભારે વોલેટિલિટી જાવા મળી હતી. ઈન્ટ્રા ડેમાં મ્જીઈ સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ્‌સ ઉછળ્યો હતો પણ બપોર બાદ શેરબજારમાં સુધારો ધોવાઈ ગયો હતો અને સેશનને અંતે સેન્સેક્સ ૩૮૩ પોઈન્ટ્‌સ ઘટીને બંધ રહ્યો હતો.
નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૨.૨૫ ટકા ઘટતાં ૧૬,૭૭૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. આજની કારોબારીમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૧૭,૩૮૭ ની સપાટીએ પહોંચ્યો હતો.બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨.૨ ટકાનો ઘટાડો થતા ૧૪,૨૭૧ ની સપાટીએ બંધ રહ્યો હતો. આજના ટર્નઓવરમાં, બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪,૭૫૨ સુધી ગયો હતો.
બીએસઇના ૩૦ શેરોનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૩૮૩ પોઈન્ટ એટલે ૧.૧ ટકાના ઘટાડા સાથે ૩૪,૭૮૦ ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરોનો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટીમાં ૧૩૨ પોઇન્ટ એટલે કે ૧.૨૫ ટકા નબળાઇ સાથે ૧૦,૪૫૩ ની સપાટીએ બંધ રહ્યો હતો.
ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળાથી શેરબજારમાં લિકિવડિટીની સમસ્યા સર્જાઈ છે. લિકિવિડિટીના અભાવે શેરબજારમાં આજે બપોર બાદ ભારે વેચવાલી જાવા મળી હતી. આ ઉપરાંત ટ્રેડવોરની સમસ્યાને પગલે પણ બજારમાં ગભરાટ જાવા મળ્યો હતો.
આજે ઘટેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક ૬.૮૫ ટકા, અદાણી પોટ્‌ર્સ ૫.૪૧ ટકા, મારુતિ ૩.૭૯ ટકા, SBI ૩.૫૯ ટકા, ટાટા સ્ટીલ ૩.૩૮ ટકા, ટાટા મોટર્સ ૩.૪૦ ટકા,હિરો મોટોકોર્પ ૩.૨૯ ટકા,ONGC ૨.૦૫ ટકાનો સમાવેશ થાય છે.
આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં વિપ્રો ૧.૩૯ ટકા, કોલ ઈન્ડિયા ૧.૨૮ ટકા, ઈન્ફોસિસ ૧.૧૬ ટકા, HUL ૧.૦૮ ટકા અને ITC ૦.૯૦ ટકાનો સમાવેશ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY