બુલંદશહેરમાંથી આઈએસઆઈ જાસૂસની ધરપકડ

0
10

મેરઠ,તા.૨૭
આર્મી જવાન કંચન સિંહ બાદ બુલંદશહેરમાં આઇએસઆઇ એજન્ટ જાહિદની શુક્રવારે રાત્રે ધરપકડ કરાઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ તેની પાસેથી આર્મી કેન્ટનો એક નક્શો અને કેટલાક ગોપનીય દસ્તાવેજ મળી આવ્યા છે. આ બાબતની જાણકારી પ્રાપ્ત થતા જ અનેક સુરક્ષા એજન્સીઓ બુલંદશહેરમાં પહોંચી છે. મોડી રાત સુધી જાસૂસ સાથે સઘન પૂછપરછ કરાઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, મેરઠ કેન્ટ સિવાય રુડકી છાવણી સહિત અનેક છાવણીઓની ગોપનીય માહિતી જાહિદની પાસે છે.
બુલંદશહેરના કોતવાલી દેહાતમાં મોડી રાત્રે જાહિદની ધરપકડ કરાઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, એટીએસની ટીમને જાણકારી પ્રાપ્ત થઇ હતી કે, જાહિદ મેરઠ સહિત અનેક કેન્ટ વિસ્તારોની ગોપનીય માહિતી પાકિસ્તાનની આઇએસઆઇની પહોંચાડી રહ્યો છે. જાહિદની પૂછપરછ બાદ તેની તપાસ કરાઇ હતી. તેની પાસેથી મેરઠ કેન્ટની ગોપનીય માહિતી મળી આવી હતી.
આ સિવાય જાહિદની પાસેથી લેપટોપ અને મોબાઇલ પ્રાપ્ત થયા છે, જેના દ્વારા તે આઇએસઆઇને જાણકારી આપતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાહિદના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. જાહિદના બેન્ક એકાઉન્ટમાંથી ૫ લાખ રૂપિયાની રકમ જમા છે. પોલીસે બેન્ક એકાઉન્ટની વિગતો પ્રાપ્ત કરવામાં લાગી છે. સુરક્ષા એજન્સી વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY