મોનસુન સત્ર પહેલા વિરોધ પક્ષ એક સાથે આવી શકે છે

0
9

નવી દિલ્હી,તા. ૪
સંસદનુ મોનસુન સત્ર ધારણા પ્રમાણે જ તોફાની બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીસમાં લેવા માટે વિપક્ષ આક્રમક તૈયારીમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ મોનસુન સત્ર પહેલા વિપક્ષ એક સાથે આવીને સરકાર પર દબાણ લાવી શકે છે. ૧૮મી જુલાઇના દિવસથી સંસદનુ મોનસુન સત્ર શરૂ થઇ રહ્યુ છે. સત્ર પહેલા ૧૬મી અથવા તો ૧૭મી જુલાઇના દિવસે મળીને વિપક્ષ તેમની આગામી રણનિતીને આખરી ઓપ આપી શકે છે. આ બેઠક પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સંસદના મોનસુન સત્રમાં સરકાર સામે પડકારો ઉભા કરવાના પ્રશ્નો પર બેઠકમાં ચર્ચા કરાશે. રાજ્યસભામાં નાયબ અધ્યક્ષની ચૂંટણીને લઇને એક સામૂહિક રણનિતી પણ તૈયાર કરવામાં આવનાર છે. વિપક્ષ જમ્મુ કાશ્મીરમાં સ્થિતી, ખેડિતોની સમસ્યા, મોંઘવારી જેવા મુદ્દા પર મોનસુન સક્ષ દરમિયાન સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે. તમામ લોકો જાણે છે કે રાજ્યસભાના નાયબ અધ્યક્ષ પીજે કુરિયનની અવધિ પૂર્ણ થઇ ચુકી છે. આ પદ પર વિપક્ષ પોતાના ઉમેદવારને ઉતારી દેવા માટે ઇચ્છુક છે. સરકાર પણ આ હોદ્દા માટે પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતરી દેવા માટે તૈયાર છે. આ મામલે કોંગ્રેસ બીજા પક્ષોના નેતાઓ સાથે સંપર્કમાં છે. કોંગ્રેસ પાર્ટીએ મંગળવારના દિવસે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે મોદી સરકાર છેલ્લા સંસદ સત્રની જેમ આ સંસદ સત્રને પણ બરબાદ કરવા માટે પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર દેશ હિત સાથે જોડાયેલા પ્રશ્નોનો જવાબ આપવા માટે તૈયાર નથી. જેથી સત્ર સાનુકુળ રીતે ચાલે તેમ ઇચ્છતી નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY