જાન્હવી પર લદાયો પ્રતિબંધઃ ‘ખબરદાર, કોઇ સાથે ડેટિંગ પર ગઇ તો’

0
335

મુંબઈ,તા.૪
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ ધડકમાં ચમકેલી હોનહાર અભિનેત્રી જાન્હવી કપૂરે કહ્યું હતું કે હું કોઇની સાથે ડેટિંગ કરી શકતી નથી, મારાં માતાપિતાએ ડેટિંગ પર સખત પ્રતિબંધ લાદ્યો હતો.
એક ચેટ શોમાં હાજર રહેલી જાન્હવીએ કહ્યું, ‘મારી માતા પોતાના સમયની ટોચની અભિનેત્રી હતી. એણે તેમજ મારા પિતાએ સખ્ખત ડેટિંગ કર્યું હતું એમ કહી શકાય. પરંતુ મારી વાત કરું તો મારા માટે એ બંને પહેલેથી ખૂબ પ્રોટેક્ટિવ રહ્યાં. સતત મારું રક્ષણ કરતાં હોય એ રીતે મારા પર નજર રાખતાં રહ્યાં. એ બંને કહેતા કે તને કોઇ યુવક ગમી જાય તો તારે અમને કહેવું. અમે એની સાથે તારાં લગ્ન કરાવી આપીશું. પરંતુ ડેટિંગની વાત નહીં કરતી…’ કહીને એ હસી પડી.ઔએણે તરત ઉમેર્યું કે તમને ગમી જાય એવી દરેક વ્યક્તિ સાથે તમે લગ્ન કરી શકો નહીં. દરેક વ્યક્તિનો એક યા બીજા ગુણ તમને ગમી જતો હોય છે. એટલે એટલા પૂરતી એ વ્યક્તિ તમને પસંદ હોય. પરંતુ તેથી કંઇ દરેક વ્યક્તિ સાથે લગ્ન તો ન કરી શકાય ને…

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY