રાજકીય ક્ષેત્રે ખેરગામ તાલુકાના લોકો ઘણા સમયથી વલસાડ જિલ્લાની માંગણી કરતા સરકાર પણ મૂંઝવણ માં છે. ખેરગામ તાલુકાના લોકો ઘણા સમયથી એવી માંગણી કરી રહ્યાં હતા કે આ તાલુકાને નવસારીના બદલે વલસાડ જિલ્લામાં લઈ જવો.
આ અંગે સરકાર સમક્ષ 22 ગ્રામ પંચાયતોમાંથી 21 ગ્રામ પંચાયતોએ સરકારને લેખિત માં આપ્યું હતું કે તેઓ વલસાડ જિલ્લામાં જવા માંગે છે. સરકારને તે મંજૂર ન હતું. જો તેમ કરે તો ભાજપને રાજકીય રીતે મોટો ફટકો પડે તેમ હતો. તેથી ખેરગામ મામલતદારે 22 ગામના સરપંચોને બોલાવીને અભિપપ્રાય માંગ્યો હતો કે તમે નવસારી છોડીને વલસાડમાં જવા માંગો છો કે કેમ ? તેમાં 11 સરપંચ નવસારીમાં રહેવા માંગતા હોવાનું બહાર આવ્યું છે.
ખરેખર તો ગ્રામ સભા બોલાવીને તેમાં જ લોકોને પૂછીને નક્કી કરવું જોઈતું હતું કે તેઓ વલસાડમાં જવા માંગે છે કે કેમ. લોકશાહી પ્રક્રિયા પ્રમાણે તેમ સરકારે કર્યું નથી. માત્ર સરપંચોને જ પૂછવામાં આવતાં હવે સરકારે માટે મૂંજવણ ઊભી થઈ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"