મોરબીના મોટાભાગના વિસ્તારોમાં અર્વાચીન ગરબીના આયોજનો કરવામાં આવી રહા છે. ત્યારે શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ ખોખાણી શેરીના ચોકમાં અર્વાચીન ગરબીઓને પણ ટક્કર મારે તેવી પ્રાચીન ગરબીનું છેલ્લા ૫૦ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રાચીન ગરબીમાં બાળાઓને ગરબે ઘુમીને માતાજીની આરાધના કરતી નિહાળવા દરરોજ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો હાજરી આપે છે.

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ ખોખાણી શેરીના ચોકમાં ભવાની ગરબી મીત્ર મંડળ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી પૌરાણિક સંસ્કૃતિને જાળવી રાખી માં નવદુર્ગાની ભક્તિ કરવામાં આવે છે. ગરબીમાં નવરાત્રીમાં દરરોજ ૩૧ બાળાઓ પ્રાચીન ગરબા કે જે ગરબામાં ખરા અર્થમાં માં શક્તિની ભક્તિ આરાધના માટે લખાયેલ છે તેવા ગરબા ગાવામાં આવે છે સાથે દુહા અને છંદની પણ રમઝટ બોલાવી તમામ ધર્મના લોકો સાથે મળી માં આરાસુરી અંબામાની ભક્તિ કરે છે.જેમાં ગત દશેરાના દિવસે બાળાઓ દ્વારા માંડી તારા અધોર નગારા, તલવાર રાસ સહિતના રાસો રજુ કરેલ હતા. તેમ મંડળના રાજુભાઈ દવે, અમીત મહેતા, અજય દફતરી, દિપક રબારી, નરેશ સીંધી સહિતના આગેવાનો એ માહિતી આપતા જણાવ્યું હતું.
જનક રાજા (મોરબી)
9099115315
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




