રાજપીપળા ગાર્ડન માં બુધવારે ધીંગાણાં બાદ એક પર ચપ્પુ વડે હુમલા માં ઇજા

0
25

નાંદોદ તાલુકાના આમલેથા અને ગામકૂવા ના યુવાનો વચ્ચે કોઈક કારણોસર મારામારી બાદ ચપ્પુ વડે હુમલો

રાજપીપળા : રાજપીપળા ના મુખ્ય ગાર્ડન માં ગત બુધવારે યુવાનો વચ્ચે કોઈ કારણોસર મારામારી બાદ એક યુવાન ને ચપ્પુ મારી ગંભીર ઈજાઓ કરનાર પાંચ વિરુદ્ધ ફરિયાદ થવા પામી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસ સ્ટેશને અમીર હસનભાઈ રંગસાગ (આમલેથા ) એ આપેલી ફરિયાદ મુજબ ગત તારીખ 17 ના રોજ રાત્રે અગિયાર વાગે એ અને એના મિત્ર રાજેશ ગાર્ડન માં નાસ્તો કરતા હતા એ દરમિયાન નાંદોદ ના ગામકુવા ના હિતેશ અને નિખિલ સાથે અન્ય ત્રણ યુવાનો એ ત્યાં આવી રાજેશ ને બોલાવી માર મારી ધીંગાણું કરતા ફરિયાદી અમિર વચ્ચે પડતા એને બરડા ના ભાગે ચપ્પુ ના ઘા મારી ઇજા કરી હતી જેથી અમીર એ હિતેશ નિખિલ અને ત્રણ અજાણ્યા યુવાનો વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ધીંગાણું કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી તપાસ પી એસ આઈ એ ડી મહંત કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY