મોરબી : મોરબી જિલ્લાના તલાટીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જ્યા સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ ફરજ મોકૂફી રાખીને વિરોધ દર્શક કાર્યક્રમો આપતા રહેશે તેવું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લા સહિત રાજ્યભરના તલાટીઓએ વિવિધ પ્રશ્ને સરકાર સામે મોરચો માંડ્યો છે. અગાઉ પણ શ્રેણીબંધ વિરોધ દર્શક કાર્યક્રમો આપ્યા બાદ પણ તલાટીઓની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતા ફરી તલાટીઓએ પોતાની લડત જારી રાખી છે. મોરબી જિલ્લાની ૩૬૫ ગ્રામપંચાયતના ૨૪૫ જેટલા તલાટીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આ સાથે તેઓ આવતીકાલે કાળી પટ્ટી ધારણ કરીને સરકારની નીતિઓ સામે વિરોધ પણ નોંધવાના છે. તલાટી મંડળના જણાવ્યા પ્રમાણે જયા સુધી તેઓના પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી તલાટીઓ ફરજ મોકૂફી રાખીને વિરોધ દર્શક કાર્યક્રમો આપતા રહેશે.
રીપોર્ટ: જનક રાજા
tel:9099115315
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટેમાનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. Mo. 9978406923 PRESS card આપવામાં આવશે.આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






