સુપ્રિમ કોર્ટે લગ્નની ઉંમર ૧૮ વર્ષ કરવાની અરજી ફગાવી

0
193

ન્યુ દિલ્હી,તા.૨૨
સુપ્રીમ કોર્ટે એક એવી અરજી રદ કરી છે, જેમાં છોકરાઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષ રાખવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી ન તો માત્ર ફગાવી દીધી છે, પરંતુ તેના પર મજબૂત પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે. આ અરજીમાં જણાવાયું હતું કે દેશમાં મત આપવાનો અધિકાર ૧૮ વર્ષની વયે મળી જાય છે. સાથે સેનામાં ભરતી માટેની ન્યૂનતમ વય મર્યાદા ૧૮ વર્ષ છે. એવામાં લગ્નની ઉંમર ૨૧થી ઘટાડીને તેના જેટલી જ રાખવી જાઈએ.
આ અરજી એક એડવોકેટ તરફથી દાખલ કરવામાં આવી હતી. સોમવારે જ્યારે અરજી પર સુનાવણી કરવામાં આવી ત્યારે આખરે તેને રદ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજીને નકારી કાઢતા સ્પષ્ટપણે જણાવ્યું કે જા ૧૮ વર્ષનો કોઇ પણ છોકરો આ અરજી સાથે આવશે, તો અમે તેને જાઈ લઇશું.
કોર્ટે માત્ર અરજીને ફગાવી દીધી નથી, પરંતુ તેને દાખલ કરનાર વકીલ પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ માટે કોર્ટે અરજીકર્તા પર દંડ પણ લાદ્યો હતો. કોર્ટે અરજીકર્તાને રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY