ગાંધીનગર,તા.૨૨
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા અલ્પસંખ્યક અને દિવ્યાંગ લોકોના સર્વાંગી વિકાસ માટે જરૂરિયાત મંદોને ધંધા-રોજગાર માટે ચેક વિતરણ કરવામાં આવશે.
૨૪મી સપ્ટેમ્બરને બુધવારના રોજ બપોરના ૩.૦૦ કલાકે ટાઉન હાલ, ગાંધીનગર ખાતે યોજાનાર સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરના હસ્તે આ ચેક એનાયત કરાશે. રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણાં નિગમ, દિલ્હીના સી.એમ.ડી. મો. શાહબાઝઅલી, રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ, દિલ્હીના સી.એમ.ડી. ડી.આર. શરીન પણ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નિગમ દ્વારા અલ્પસંખ્યક તથા દિવ્યાંગ સમુદાયના સર્વાંગી વિકાસના ભાગરૂપે આર્થિક તેમજ શૈક્ષણિક ઉત્કર્ષ માટે શિક્ષણ અને સ્વરોજગારના ધંધા વ્યવસાય માટે ધિરાણની વિવિધ યોજનાઓના ચેક આ વેળાએ વિવિધ લાભાર્થીઓને એનાયત કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



