સ્ટોપ પ્લાસ્ટિક અને મહિલા સશક્તિકરણ નો સંદેશ લઈને નીકળેલી સાયકલ યાત્રા હળવદ આવી પહોંચી

0
67

અરુણાચલ પ્રદેશ થી ગુજરાત ના કોટેશ્વર સુધી સ્ટોપ પ્લાસ્ટિક અને મહિલા સશક્તિકરણ નો સંદેશ લઈને નીકળેલી આજરોજ હળવદ આવી પહોંચી હતી મહારાષ્ટ્ર ની વિદ્યાર્થીની સાયલી મિલિંદ મહારાવ (ઉ.વ 20) અને TY.B.A માં અભ્યાસ કરે છે અને તેમની સાથે અભિજીત બાલુ ગવલી (ઉ.વ 20) જે TY.BCA આ બંને વિદ્યાર્થી શ્રી શાહુ મંદિર મહાવિદ્યાલય,પુના પર્વતી માં અભ્યાસ કરી રહ્યા છે બને વિદ્યાર્થી મહારાષ્ટ્ર ના રહેવાસી છે પુના અને મુંબઇ ના રહેવાસી છે

જેમાં ગત વર્ષે સાયલી મહારાવ એ કાશ્મીર થી કન્યાકુમારી ની 4000 કી.મી ની યાત્રા કે જે 8 રાજ્ય માંથી પસાર થઈ હતી તે સાયકલ યાત્રા માત્ર 35 દિવસ માંજ પુરી કરી અને રેકોર્ડ તોડ્યો હતો

અને આ વર્ષે બને વિદ્યાર્થીઓ અરુણાચલ પ્રદેશ થી ગુજરાત ની 3900 કી.મી ની યાત્રા સાયકલ પર કરી રહ્યા છે આ યાત્રા નો ઉદેશ સ્ટોપ પ્લાસ્ટિક અને મહિલા સશક્તિકરણ નો છે અને તે સંદેશો લઈને નીકળેલી યાત્રા આજરોજ હળવદ પહોંચી હતી આ વિદ્યાર્થીઓ 5 ડીગ્રી થી લઈને 10 ડીગ્રી સુધી માં અને રોજ નું 120 થી 130 કી.મી સુધી નું અંતર કાપી રહ્યા છે અને અત્યાર અરુણાચલ પ્રદેશ , આસામ , પશ્ચિમ બંગાળ , બિહાર , ઉત્તરપ્રદેશ , રાજસ્થાન થી ગુજરાત એમ 7 રાજ્ય માં પસાર થઈ આજરોજ હળવદ જનતા ફૂડ મોલ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને ત્યાં હાજર કેદારભાઈ રાવલ અને મહેશભાઈ નાડોદા સહિત હાજર સૌ એ ફૂલ હાર થી સન્માન કરી અને હર્ષભેર આવકાર્યા હતા અને તેમના ઉમદા વિચારો ને વંદન કરી અને આવકાર્યા હતા.

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY