દ્વારકા,તા.૨૮
સમગ્ર ગુજરાતમાં હાલમાં ડેન્ગ્યૂનો કહેર વધી રહ્યો છે. ત્યારે દ્વારકા શહેર ડેન્ગ્યૂના ભરડામાં છે. દેવભૂમિ દ્વારકાના ગુંદા ગામે ડેન્ગ્યૂના રોગોએ દેખા દીધી. ગુંદા ગામે ૬૦ જેટલા ડેન્ગ્યૂના કેસ નોંધાતાં આરોગ્ય વિભાની ટીમ દ્વારા વિસ્તારનું સર્વે કરી ફોગીંગ સ્લાઈડ કામગીરી કરવામાં આવી હતી.
ડેન્ગ્યૂનો આતંક વધી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. ભાણવડના ગુંદા ગામે રોગચાળો વધતા ૬૦ જેટલા ડેન્ગ્યૂના કેસ ગુંદા ગામેથી મળી આવ્યા હતા.
જેને લઇ ગુંદા ગામે હાલ સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ સાથે જીલ્લાની આરોગ્ય વિભાગની ટૂકડીઓ દ્વારા ફોગીગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાણીના ટાકાઓમાં દવા છંટકાવ પણ કરાઈ રહ્યો છે.
આ ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.પી. સીગે તાત્કાલિક હેલ્થ વિભાગની બેઠક યોજી હતી અને આરોગ્યની ટુકડીઓ ગુંદા ગામે મોકલી હતી. જાકે આ તમામ દર્દીઓએ જામખંભાળિયાની ખાનગી, સરકારી ઉપરાંત ભાણવડ-જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



