રાજપીપળાની પ્રસિદ્ધ હઝરત નિઝામશાહ દરગાહનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા ટ્રસ્ટી મંડળ-મુસ્લિમ સમાજની માંગ 

0
20

પ્રવાસન યોજના હેઠળ કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક, પ્રવાસીઓને રહેવાની સગવડ, પાણી સહિત ની સુવિધાઓ વિક્સાવવા માંગ

રાજપીપળા:નર્મદા જિલ્લામાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામા આવ્યું. ત્યારબાંદ પ્રવાસન ક્ષેત્રે નર્મદા જિલ્લો વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યો છે, ત્યારે સ્ટેચ્યુ સહિતના આસપાસના કુદરતી સૌંદર્યને નિહાળવા પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે, જિલ્લામાં આવતા પ્રવાસીઓની સગવડ વધારવા સરકાર દ્વરા રોડ રસ્તાઓ સહિત અનેક સુવિધાઓ ઉભી કરાઈ રહિ છે, અને જિલ્લાના ધાર્મિક સ્થળોનો પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા સરકાર દ્વરા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામા આવી છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વરા પણ રાજપીપળાની અતિ પ્રસિદ્ધ હઝરત નિઝામશાહ દરગાહનો પ્રવાસન ક્ષેત્રે ગુજરાત સરકારની પ્રવાસન યોજના અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરી વિકાસ કરવા માંગ ઉઠી છે.

●○• નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવા મારફતે જિલ્લા કલેકટરને રજુઆત…..

આ અંગે હઝરત નિઝામશાહ દરગાહના ટ્રસ્ટી ગણ તરફથી જિલ્લા કલેકટરને ઉદ્દેશીને ધારાસભ્ય પી.ડી.વસાવાને એક આવેદન પત્ર સુપ્રત કરાયુ છે જેમાં જણાવ્યુ છે કે

●○• અતિ પૌરાણિક 600 વર્ષ જુની દરગાહ હિંદુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર…

રાજપીપળા નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલી હઝરત નિઝામશાહ દરગાહ 600 વર્ષ જુની દરગાહ છે જ્યાં ગુજરાત ની સૌથી લાંબી મઝાર પણ છે, અહિયા હિંદુ મુસ્લિમ સહિત તમામ લોકોની આસ્થા જોડાયેલ છે અને લોકો નિયમિત હાજરી પણ આપે છે, હાલ નર્મદા જિલ્લાનો મહત્વકાંક્ષિ જિલ્લા તરિકે સરકાર સર્વાંગી વિકાસ કરી રહિ છે, હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાને કરણે જિલ્લામાં તેમજ દરગાહ પર પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે, જેથી આ ધાર્મિક સ્થળનો પણ વિકાસ જરુરી છે

●○• શું શું માંગણી કરાઈ…

• મઝારની ફરતે ખુલ્લી જગ્યા આવેલી છે જે ફરતે કમ્પાઉન્ડ વોલ

• કમ્પાઉન્ડ માં પેવર બ્લોક

• પાણીની જરુરીયાતને પોહચી વળવા સબમર્સીબલ બોર

• પ્રવાસીઓને રાત્રિ રોકાણ માટે સ્ત્રી પુરુષો માટે અલાયદા આઠ રૂમ 

• સુવિધા યુક્ત ટોયલેટ બાથરુમ 

• પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટર લઈન

આવેદન માં એમ પણ જણાવ્યુ છે કે આ અંગે અગાઊ પણ દરખાસ્ત કરાઈ હતી પણ આજ દિન સુધી તેનો અમલ થયો નથી

●○• પ્રવાસન નિગમના ડિરેકટરને પણ આવેદન સુપ્રત કરાશે

દરગાહના ટ્રસ્ટી મંડળના પ્રમુખ દિલાવર શૈખ, દિન મહમ્મદ શૈખ, બશીર ખાન પઠાણે જણાવ્યુ હતું કે દરગાહના પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા બાબતનું આવેદન પ્રવાસન નિગમના ડિરેકટર ગજેન્દ્ર્સિંહ જાડેજાને પણ સુપ્રત કરવામા આવશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY