ન્યુ દિલ્હી,તા.૨૮
લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે વિપક્ષી દળો મહાગઠબંધનની તૈયારીમાં છે. જા કે ગઠબંધનના નેતા પર હજુ પ્રશ્નાર્થ છે. કોની આગેવાનીમાં લોકસભાની ચૂંટણી લડવામાં આવશે તે Âસ્થતિ સ્પષ્ટ નથી.
આ મામલે નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, તમે મમતા બેનર્જી જે પ્રસ્તાવ વિશે પૂછી રહ્યાં છે. તે મામલે અલગ-અલગ દળો ચર્ચા કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, તે બાબતનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, કેવી રીતે ક્ષેત્રીય દળો એક સાથે એક મંચ પર આવી ભાજપનો મુકાબલો કરી શકે છે.
ભાજપ વિરુદ્ધની લડાઇમાં સમાન વિચારના લોકોએ એક સાથે આવવુ પડશે. તેમજ વિપક્ષની એકતા ત્યા સુધી સફળ નહી થાય જ્યાં સુધી કોંગ્રેસ, ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં ના હોય.
પોતાની વાતચીતમાં તેમણે વધુંમાં કહ્યું કે, આ મામલે તમે સોનિયા ગાંધીના પ્રયત્નો જાઇ શકો છો. સોનિયા ગાંધીના દરેક દળોને એક સાથે એક મંચ પર લાવવાના પ્રયત્નો કરી રહી છે. જા અમે એક સાથે આવવામાં સફળ થયા તો ૨૦૧૯માં ભાજપ વિરુદ્ધ એક મોટો મોર્ચો બનાવી લેશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




