પોલીસે સમયસર પહોંચી લોકોના ટોળાને વિખેર્યું, કારચાલક ફરાર, ૨.૩૪લાખનો દારૂ તથા ૪ લાખની કાર કુલ મુદામાલ ૬.૩૪ નો મુદ્દામાલ કબજે

હળવદની મોરબી માળીયા ચોકડી પાસે આજે એક સ્વિટફ કાર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગય ગઈ હતી અને કારમાં વિવિધ બાન્ડનો ઈગ્લિંશ દારૂ ભરેલો હોય જેથી કારચાલક નાસી ગયા હતો તો રેઢી પડેલી દારૂની બોટલો મેળવવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને દારૂની બોટલ લઈ ને પોબારા ભાગી ગયા હતા
દારૂ ભરેલી કારે પલ્ટી મારી હોવાની જાણ હળવદ પોલીસને થતા હળવદ પીઆઈ એમ આર સોલકી, નવ નિયુકત પીએસઆઇ જે બી ધનેસા, દેવુભા ઝાલા, વનરાજસિહ, તેજસ ભાઈ ,વિપુલભાઈ નાયક રમણીકભાઈ યોગેસભાઈ , સંજયભાઈ સહીતનો સ્ટફ ધટના સ્થળે દોડી ગયો હતો અને પલટી મારી ગયેલી ગાડી નંબર જીજે ૦૭ એઆર ૯૨૬૪ માંથી દારૂનો જથ્થો 2.34 લાખ 4.લાખ ની કાર કુલ મુદામાલ 6.34 લાખનો કબજે લઈને દારૂનો જથ્થો કોનો છે અને ક્યાં લઇ જવાતો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરીયા છે, વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે
કાર પલટી મારી ગયા બાદ કારચાલક નાસી ગયાની માહિતી પણ સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે તો હળવદ પોલીસને બગાસું ખાતા મો માં પતાસું મળી ગયું હતું
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




