બાઇક પાકિંગ મામલે બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો

0
7

મોરબી,તા.૭
સિરામીક નગરી મોરબીમાં વધુ એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અહીં બાઇક પાકિંગ જેવી મામુલી બાબતે બે જૂથ સામ સામે આવી ગયું હતું, ઘટનામાં બંને બાજુ જાહેરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મોરબીમાં આવેલા જાણીતા કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં બંને જૂથના લોકો ઘાયલ થયા હતા. તો ઘટનાની જાણ થતા જ એલસીબી, એસઓજી સહિતની ટીમ દોડી જઇ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
થોડા સમય પહેલા જ મોરબીના ટંકારામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સર્જાઇ હતી, જો કે કાલિકા પ્લોટમાં સર્જાયેલી અથડામણમાં હાલ કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY