પંથંકમાં ગેરકાયદેસર રેતી નો કારો કારોબાર બેફામ ડમ્પર અને ટ્રેકટર દ્વારા ખુલ્લેઆમ થતો હોવા છતાં તંત્રના આંખે પાટા? ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવો ધાટ
હળવદ તાલુકાના ગામોમાંથી પસાર થતી નદીઓ માં રેતી માફિયાઓ દ્વારા બેફામ રીતે બે રોક ટોક રેતીની ઉઠાતંરી કરી ખનન અને વહન કરી ડમ્પર અને ટ્રેકટર દ્વારા રેતી ચોરી કરી સરકારી તિજોરી ને લાખોની રૂ પિયા ની ખોટ જવાનો અંદાજ છે સફેદ સોના જેવી કીમતી મનાતી રેતીનો કાળો કારોબાર ગેરકાયદેસર ખનન કરવાનો ધંધો ધમધોકાર ચાલે છે ત્યારે સ્થાનિક પોલીસે ને દેખાતુ નથી પથંકમાં રાત દીવસ બેફામ રેતી ચોરી થાય છે રેતી માફિયાઓ ખુલ્લેઆમ ખનન અને વહનન કરી રહ્યા છે આ બાબતે તંત્ર દ્વારા કોઈ સચોટ પગલા ન લેવાતા ડમ્પર અને ટ્રેકટર દ્વારા બેફામ ખનીજચોરી થઈ રહી છે એટલું જ નહીં સફેદ રેતીના કારા કારોબારમાં બેફામ ખનીજચોરી થઈ રહી છે આ રેતી ની બાંધકામ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ અને બહાર પણ નિકાસ થાય છે ખાણ ખનીજ ખાતુ સાવ અજાણ હોય તેમ આંખ કરી રહ્યા હોય તેઓ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા ખુલ્લેઆમ રેતીચોરી નો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે હળવદ પંથકના મીયાણી મયુર નગર રાયસગપર ધનાળા ટીકર અજીત ગઢ વગેરે અનેક ગામોમાંથી લાખો રૂપિયાની રેતી ચોરી થઈ રહી છે છતાં પણ તંત્ર દ્વારા તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવો ઘાટ ઘડાય છે હળવદ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે કે સમગ્ર રેતી ચોરી માં અધિકારીઓ અને રેતી ચોરો દ્રાર મીલીભગતના કારણે પગલા લેવાતા નથી ત્યારે હળવદ તાલુકામાંથી બેફામ રેતીચોરી ઉપર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો સરકારી તિજોરીને લાખોનો ફાયદો થવાની સાથે ભ્રષ્ટાચાર આચરનાર તંત્રના અધિકારીઓ ના તપેલા ચડી જાય તેમ છે ત્યારે વિસ્તારમાંથી ગેરકાયદેસર થતી ચોરીઅટકાવાય તેવી પંથકના લોકોની માગણી ઉઠવા પામી છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



