વરિષ્ઠ પત્રકાર અમૃત વડિયાના ચાર પ્રેમ ગ્રંથોનું વિમોચન કરાયું

0
9

સમાજ સેવક ડો. જીતુભાઈ શાહે પુસ્તકોનું લોકાર્પણ કર્યું
સુરત, તા.૧૮
ઉંમરના વૃદ્ધાવસ્થાના પડાવે કોઈ કેટલી સંપત્તિ મિલકત વિશે નહીં પણ બાળકો અને તબિયત વિશે જ પૂછે છે. એટલે આજે સૌથી મોટી જરૂર છે, બાળકોને સંસ્કારો સિંચવાની અને હકારાત્મક અભિગમ કેળવી તંદુરસ્ત રહેવાની, એમ સિનીયર સિટીઝન ફોરમ ગ્રુપ અને શુભમ સાહિત્યના ઉપક્રમે વેલેન્ટાઈન ડે એ સંદેશના પત્રકાર, લેખક અમૃત વાડિયાના ચાર પ્રેમ ગ્રંથોના વિમોચન સમારોહના અધ્યક્ષપદેથી સમાજ સેવક વિપશ્યના વિશારદ ડો. જીતુભાઈ શાહે કહ્નાં હતું. તેમજ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે કસરત ઉપરાંત હકારાત્મક અભિગમનો ફાળો રહે છે. માણસે ગમે તેવા વિપરીત સંજાગોમાં પણ હકારાત્મક બની આનંદિત પ્રસન્ïન રહેવાથી સારા પરિણામ મળી શકે છે. આ પ્રસંગે સંદેશ (સુરતના) તંત્રી પ્રસન્ïન ભટ્ટે સર્વાઈવલ અોફ ફિટેસ્ટના ડાર્વિનના સિદ્ધાંતને ટાંકીને ક્રમશઃ પરિસ્થિતિ વિકટ બની રહી છે. ત્યારે સમાજ સામેના પડકારોનો સામનો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જાણીતા કવિ અંદાજમાં વેલેન્ટાઈન ડે અંગે ગઝલી રજૂઆત કરી શુભેચ્છા પાઠવી હતી.
અમૃત વાડિયાએ પ્રેમનું હાર્દ સમજાવી તે પ્રભુ પ્રત્યે દોરી જતો હોવાનું જણાવ્યું હતું અને તેમને લેખનનું વિશાળ ફલક આપવા બદલ ‘સંદેશ’ના સીએમડી, તંત્રી ફાલ્ગુનભાઈ પટેલનો આભાર માન્યો હતો. વેલેન્ટાઈન ડે હોવાથી મહિલાઓ સાથે ચાર પ્રેમ ગ્રંથો પ્રેમની ઝંખના, પ્રેમની આરાધના, પ્રેમનું તર્પણ અને પ્રેમનું પુનરાવર્તનનું વિમોચન કરાયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY